ધમકી / સુરત પાસ નેતા અલ્પેશ કથીરિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ

Feb 11,2019 5:35 PM IST

સુરતઃ અમરોલી રાજદ્રોહ કેસમાં પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતા અલ્પેશ કથીરિયાને પોલીસ શોધી રહી છે. દરમિયાન અલ્પેશ કથીરિયાની વધુ એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં પોલીસને અંગત જીવનમાં ડોક્યુ ન કરવાની ચિમકી આપવામાં આવી છે. અલ્પેશ વાયરલ ઓડિયો ક્લિપમાં જણાવી રહ્યો છે કે, એક માસ વીતવા છતાં રાજીસ્ટ્રી ડિપાર્ટમેન્ટે કાર્યવાહી નથી કરી એનું મને દુઃખ નથી પરંતુ મારા પરિવાર, મિત્ર-મંડળ અને ખાસ કરીને મારા વ્યવસાય સાથે સંકળાયેલા વકીલ મિત્રોને કાઈમ બ્રાન્ચ હેરાન કરી રહી છે. પીએસઆઈ ત્રિવેદીને વિનંતી કરું છું સુરત શહેરની પબ્લિક-જનતા, પાસની ટીમ અને મારા પરિવારને ખાસ કરીને મારા ધંધાને અસર કરવાના એક પણ પ્રયત્ન ના કરે નહીંતર આવનારા દિવસોમાં ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે. અને આ મેસેજથી સુરત પોલીસને મારી વિનંતી છે કે, કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધે. કોઈના અંગત જીવનમાં જવાનો સહેજ પણ ડોક્યુ ના કરે નહીંતર તમારા અંગત જીવનમાં ડોક્યુ કરવાનું પણ મને આવડે છે.