દુષ્કર્મ કેસ: જયેશ પટેલની શરણાગતિ, પોલીસે કહ્યું, અમે ઝડપી લીધો

Jun 22,2016 12:02 PM IST

વડોદરા: વડોદરા નજીક વાઘોડિયા ખાતે આવેલી પારૂલ યુનિવર્સિટીની નર્સિંગમાં ભણતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ કરવાના કેસમાં સંડોવાયેલા અને છેલ્લા 4 દિવસથી ફરાર ડૉ.જયેશ પટેલે મંગળવારે મોડી રાત્રે નાટ્યાત્મક સંજોગોમાં પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી હતી. જોકે, પોલીસે દાવો કર્યો હતો કે, આણંદ જિલ્લાના આસોદર ખાતેથી નાકાબંધી દરમિયાન તેની ધરપકડ કરાઇ છે. જયેશ પટેલે રાત્રે 9.20 વાગે જ દિવ્ય ભાસ્કર સાથેની એક્સિકલુઝિવ વાતચીતમાં જણાવી દીધું હતું કે, તે રાત્રે જ પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કરી લેશે. આ નાટ્યાત્મક ઘટનાક્રમથી પોલીસ અને જયેશ પટેલ વચ્ચે કોઇ સમજુતિ સધાઇ હોવાની આશંકા પ્રબળ બની છે.