શું તમે પાછળ પડ્યા છો, હવે તો બહુ થઇ ગયુ યાર : ડૉ. જયેશ પટેલ

Jul 25,2016 5:10 PM IST

વડોદરા: નર્સિંગની સ્ટુડન્ટ સાથે દુષ્કર્મ આચરનાર પારુલ યુનિવર્સિટીના પૂર્વ ચેરમેન ડૉ. જયેશ પટેલને સેન્ટ્રલ જેલમાં રવિવારે બપોરે છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ ફરી સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમયે મીડિયાવાળાને જોઈને જયેશ પટેલ ગુસ્સે થઇ ગયા હતાં અને બોલ્યા હતાં કે, શું તમે પાછળ પડ્યા છો હવે તો બહુ થઇ ગયુ યાર. ડૉ. જયેશ પટેલ સયાજી હોસ્પિટલમાંથી ફરાર ન થઇ જાય તે માટે અન્ય આરોપીની જેમ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જ્યાં તેના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા અમદાવાદ ખાતે સારવાર લેતા જયેશ પટેલ બીમારીનું નાટક કરે છે તેઓ અહેવાલ હોસ્પિટલના ડોક્ટરે વડોદરા સેન્ટ્રલના સુપરિટેન્ડેન્ટને પત્ર લખ્યો હતો.