વડોદરા: પારુલ યુનિવર્સિટીના ટ્રસ્ટી જયેશ પટેલ સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

Jun 18,2016 10:14 PM IST

પારુલ યુનિવર્સિટીમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટે કોલેજના સંચાલક અને ટ્રસ્ટી તેમજ ભાજપ અગ્રણી જયેશભાઇ કે. પટેલ પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ કરી છે. સ્ટુડન્ટે ફરિયાદમાં જણાવ્યું છે કે દુષ્કર્મ આચરતા પહેલા જયેશ પટેલે બીયર પીવાની ઓફર કરી હતી તેમજ કોલેજની ચાર સ્ટુડન્ટ તેની સાથે બીયર પી રહી હતી. જયેશ પટેલે દુષ્કર્મની વાત કોઈને ન કહેવા માટે ધમકી પણ આપી હતી. ફરિયાદ બાદ જયેશ પટેલ ફરાર છે.