પેપર લીક/ સુરત રેલ્વે સ્ટેશન પરીક્ષાર્થીઓથી ખીચોખીચ ભરાયું, ઘરે જવામાં પણ ધક્કા ખાવાનો વારો / પેપર લિક/ સુરત રેલવે સ્ટેશન પરીક્ષાર્થીઓથી ખીચોખીચ ભરાયું, ઘરે જવામાં પણ ધક્કા ખાવાનો વારો

Dec 02,2018 6:40 PM IST

વીડિયો ડેસ્કઃ ગુજરાત પોલીસમાં લોકરક્ષકદળની ભરતી માટેની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. પેપર લિક થતાં ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી જણાવ્યું હતું કે, પેપર લિક થયું હોવાની તેમને માહિતી મળી છે. જેથી આ પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. તો પેપર લિક કરનાર એક મહિલા હોવાનું સામે આવ્યું છે. અનેક જગ્યાએ પરીક્ષા રદ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં ન આવતા કેટલાક સેન્ટરો પર ઉમેદવારોને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ મોડામોડા પણ ઉમેદવારોને પરીક્ષાખંડમાંથી બહાર જવા કહેવામાં આવ્યું હતું. આ તરફ સુરત રેલવે સ્ટેશન પર ઉમેદવારોની ભીડ જોવા મળી હતી. અન્ય જિલ્લામાંથી મહામહેનતે પહોંચેલા પરીક્ષાર્થીઓને પરીક્ષા રદ થવાની જાણ થતાં જ તેમને પાછા ઘરે આવવાની ફરજ પડી હતી. પરીક્ષા રદ થતાં જ હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ સુરત રેલવે સ્ટેશન પર ભેગા થઈ ગયા હતા. જેને કારણે સુરત રેલવે સ્ટેશન ખીચોખીચ ભરાઈ ગયું હતું.