પાકિસ્તાન / ન્યૂઝ ચેનલે અભિનંદન વર્ધમાનનું સ્પૂફ બનાવ્યું, ભારતીયોએ કહ્યું, સસ્તો એક્ટર, સસ્તી પબ્લિસીટીનો સ્ટંટ

Jun 11,2019 6:43 PM IST

પાકિસ્તાનની ન્યૂઝ ચેનલે વર્લ્ડકપમાં યોજાનાર ભારત-પાકિસ્તાનની મેચને લઈને મૌકા મૌકાની જાહેરાતને કાઉન્ટર કરવા માટે એક એડ બનાવી છે. વિંગ કમાન્ડર અભિનંદનનની ધરપકડની ઘટના પર આધારિત આ સ્પૂફ વીડિયો જોઈને સોશિયલ મીડિયામાં ભારતીય યૂઝર્સે પણ આ કંપનીને બરાબરની ટ્રોલ કરી હતી. રોષે ભરાયેલા યૂઝર્સે આ વીડિયોના કોન્સેપ્ટ જોઈને સસ્તા કલાકાર સાથે સસ્તી પબ્લિસીટીનો સ્ટંટ ગણાવ્યો હતો. આ એડમાં ન્યૂઝ ચેનલે અભિનંદન વર્ધમાન જ્યારે પકડાયા ત્યારે તે સમયના વાઈરલ થયેલા વીડિયો જેવો જ સીન રિક્રિએટ કર્યો હતો. આ પાકિસ્તાની પ્રમોશનલ એડનો ક્લાઈમેક્સ જોઈને ભારતીયોએ તો ત્યાં સુધી કોમેન્ટ કરી હતી કે, ચાનો કપ પાકિસ્તાનને રાખવા દો, આપણા માટે વર્લ્ડકપ છે. પાકિસ્તાનીઓ ચાના કપ માટે રમે, ભારત વર્લ્ડકપ માટે રમે... જેવી મજેદાર કોમેન્ટ્સ પણ કરી હતી. આટલું ઓછું હોય તેમ અભિનંદનનો રોલ કરવા પકડી લાવેલા એક્ટરે જે એક્ટિંગ કરી હતી તે પણ યૂઝર્સની ઝપટે ચડી ગઈ હતી. તો જોઈલો આ સ્પૂફ વીડિયો ને તેની સાથે જ ભારતીયોએ આપેલા જડબાતોડ જવાબને પણ.