મસૂદ માંદો છે / પાકિસ્તાન હજું પણ જૈશના વડા મસૂદ અઝહરના બચાવમાં, કહ્યું 'મસૂદ માંદો છે'

Mar 01,2019 2:12 PM IST

પુલવામા હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી.ભારતે પાકિસ્તાનને સવાલ કર્યો હતો કે જૈશના વડા મસૂદ અઝહર સામે કાર્યવાહી કરો.પાકિસ્તાને ત્યારે કહ્યું હતું કે પુરાવા આપો પછી કાર્યવાહી કરીશું.ભારતે પાકને ડોઝિયર મોકલી આપ્યું છે ત્યારે પાકે સ્વીકાર કર્યો છે કે મસૂદ પાકિસ્તાનમાં છે પણ એટલો બીમાર છે કે ઘરની બહાર પણ નીકળી શકતો નથી.