હિટ એન્ડ રન / વડોદરાના ફતેગંજ બ્રિજ પર કારે ટક્કર માર્યા બાદ ડમ્પર ફરી વળતા યુવકનું મોત

Feb 17,2019 5:53 PM IST

વડોદરાઃ વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પર કારે ટક્કર માર્યા પછી ડમ્પર ફરી વળતા એક્ટિવા ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આજે બપોરના સમયે ફતેગંજ બ્રિજ પરથી બે યુવક એક્ટિવા પર પસાર થઇ રહ્યા હતા. તે સમયે કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી બંને એક્ટિવા ચાલક નીચે પટકાયા હતા. આ સમયે સામેના રોડ પરથી આવી રહેલુ ડમ્પર આદિલ નામના યુવક પરથી ફરી વળ્યું હતું. જેથી તેનું મોત નીપજ્યું હતું. જ્યારે એક્ટિવાની પાછળ બેઠેલો યુવક ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.