સાવધાન / રાજકોટના એક બહેનને ઈન્ટરનેટ પર નોકરી શોધવી મોંઘી પડી, હેકરે ખાતામાંથી પૈસા ઉપાડી લીધા

Jan 21,2020 12:10 PM IST

રાજકોટના એક બહેનને નોકરી કરી પતિને આર્થિક મદદ કરવાનો વિચાર આવ્યો.આ બહેને નોકરી શોધવા ઈન્ટરનેટની મદદ લીધી.આ દરમ્યાન તેઓ એક પૉર્ટલના સંપર્કમાં આવે છે. નોકરી શોધતા બહેનને આ પૉર્ટલ તરફથી એક વ્યક્તિનો ફોન આવે છે.પૉર્ટલ તરફથી બહેનને જોબ ઓફર કરવામાં આવી અને રજીસ્ટ્રેશન ફી ભરવા કહ્યું.બહેનને રૂ.49 રજીસ્ટ્રેશન ફી ભરવા માટે એક એપની લિન્ક મોકલવામાં આવી.આ લિન્ક મળ્યા પછી બહેનને સાથે ખેલાયો છેતરપીંડીનો ખેલ.આ ખેલ વિશે તમે પણ જાણો અને સતર્ક બનો.