વડોદરામાં PUC સેન્ટર બંધ કરાતા લોકોએ હોબાળો મચાવ્યો

Sep 16,2019 2:57 PM IST

વડોદરાઃ ગુજરાતમાં આજે 16 સપ્ટેમ્બરથી ટ્રાફિક નિયમોના કાયદા હેઠળ દંડનો અમલ કરવામાં આવતા વડોદરા શહેરમાં લોકોએ પી.યુ.સી કઢાવવા માટે એક કિ.મી. લાંબી લાઇનો લગાવી હતી. વડોદરા શહેરના સુશેન સર્કલ પાસે આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર લોકો આજે સવારે 6 વાગ્યાથી પીયુસી કઢાવવા માટે લાઇનોમાં ઉભા રહી ગયા હતા. જોકે થોડા સમય માટે પી.યુ.સી કાઢ્યા બાદ સેન્ટર બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.