સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે થર્ટી ફર્સ્ટની પાર્ટીઓને લઇને પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરાયું

Dec 31,2019 10:00 PM IST

કેવડિયાઃ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આજે ઉમટી પડ્યા છે. આજે વહેલી સવારથી જ સ્ટેચ્યૂ ખાતે લાંબી-લાંબી લાઇનો લાગી ગઇ હતી. પ્રવાસીઓમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યું હોટ ફેવરિટ બની ગયું છે. આજે આખો દિવસ સ્ટેચ્યૂ પર વિતાવી લોકો રાત્રે પાર્ટીઓમાં જોડાશે. અને ટેન્ટ સિટી ખાતે પણ નવા વર્ષની ઉજવણી થશે. કેવડિયામાં હોટેલો અને ટેન્ટ સિટીમાં થનારી ઉજવણી પર પણ પોલીસની વોચ રહેશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે છેલ્લા 5 દિવસમાં 1.50 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા છે. અને આજે વર્ષ 2019ના અંતિમ દિવસે પ્રવાસીઓનો આંકડો 40 હજારને પાર કરે તેવી શક્યતા છે.જ્યારે બીજી બાજુ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નર્મદા જિલ્લાવાસીઓનો થનગનાટ વચ્ચે પોલીસે ચેકિંગ, ગુજરાત અને બહારના રાજ્યોની ગાડીઓનું કડક ચેકિંગ શરૂ કર્યું છે. અને નર્મદા જિલ્લો રાજ્યની બોર્ડર હોવાથી ઉજવણીના સમયે બોર્ડર પણ સરકારે બંધ કરી દીધી છે, ત્યારે નર્મદા પોલીસ સર્તક બની છે અને ઠેર ઠેર ચેકિંગ શરૂ કરીને દારૂની મહેફિલો અને પાર્ટીઓ પર વોચ રાખી છે. જેમાં ખાસ કરીને કેવડિયામાં હોટેલો અને ટેન્ટ સિટીમાં થનારી ઉજવણી પર પણ પોલીસની વોચ રહેશે.