આપઘાતનો પ્રયાસ / રાજકોટની CP ઓફિસમાં વ્યાજખોરોના ત્રાસથી વૃદ્ધનો કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ

Feb 27,2019 2:40 PM IST

રાજકોટ: રાજકોટની પોલીસ કમિશનર કચેરીમાં વૃદ્ધ મોહનભાઇ ગોહેલે વ્યાજખોરોના ત્રાસથી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. અગાઉ પત્ની રંજનબેને વ્યાજખોરોના ત્રાસથી જાત જલાવી આત્મહત્યા કરી હતી. આજે વૃદ્ધે કેરોસીન છાંટતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. રૈયાધારના ઇન્દિરાનગરમાં રહેતા મોહનભાઇ ગોહેલે બે વર્ષ પહેલા લીલીબેન રાજપૂત નામની મહિલા પાસેથી 20 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. પરંતુ છેલ્લા બે-ત્રણ માસથી નિયમિત વ્યાજ ભરી શકતા નહીં. જેને લઇ લીલીબેન નામની મહિલાએ ફોન પર પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. આવા વ્યાજખોરોના ત્રાસને લઇ મોહનભાઇએ પણ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મોહનભાઇના જણાવ્યા પ્રમાણે અગાઉ પોલીસ ફરિયાદ પણ કરી હીત પરંતુ કોઇ નક્કર પગલા ન લેવાતા આવું પગલું ભરવા મજબૂર બન્યો છું.