70 વર્ષના વૃદ્ધની ઉપરથી પસાર થઇ ગઈ ટ્રેન, જુઓ વીડિયો / 70 વર્ષના વૃદ્ધની ઉપરથી પસાર થઇ ગઈ ટ્રેન

May 29,2017 11:54 AM IST

આ દશ્યો ઉતરપ્રદેશના જાલૌનની છે અહીં 70 વર્ષના વૃદ્ધ પરથી માલગાડી પસાર થઇ ગઇ, પરંતુ સદભાગ્યે એ રહ્યું કે તેનો જીવ બચી ગયો. આ શખ્સે ઓવર બ્રિજનો ઉપયોગ કરવાને બદલે રેલવે ટ્રેક ક્રોસ કરવાની ભૂલ કરી, સામેથી માલગાડી આવી રહી હતી જેથી વૃદ્ધને રેલવે ટ્રેક ક્રોસ કરવાનો સમય ન રહ્યો પરંતુ તેમણે સૂઝબૂઝથી કામ લીધું અને રેલવે ટ્રેકની વચ્ચે સૂઇ ગયો. ટ્રેકની વચ્ચેની સ્પેસમાં આ વૃદ્ધ સૂઇ ગયા હોવાથી તેનો સદભાગ્યે જીવ બચી ગયો.