ગોંડલના પરિવારના 9 મનોદિવ્યાંગોને વૃદ્ધ દંપતિ ભિક્ષા માગી ઉછેરવા મજબૂર બન્યું

Nov 28,2019 1:33 PM IST

ગોંડલ: કુદરત ક્યારેક ક્રૂર બનતો હોય તેવા કિસ્સાઓ નજર સામે આવે ત્યારે અરેરાટી વ્યાપી જતી હોય છે, ગોંડલના જેતપુર રોડ પર સાંઢિયા પુલ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા સરણીયા પરિવારના નવ સંતાનો મનોદિવ્યાંગ હોય પરિવારની હાલત અત્યંત કફોડી બની ગઇ છે. વૃદ્ધ દંપતિને ભિક્ષાવૃત્તિ કરી મનોદિવ્યાંગોના પેટ ભરવાની ફરજ પડી છે. વૃદ્ધ દંપતિને ફરજિયાત કાળજાના કટકાઓને સાંકળેથી બાંધી રાખવા પડે છે.