ચીમકી / પેટાચૂંટણીના પૂર્વ કોંગી ઉમેદવાર નરસી પટોળીયાની કોંગ્રેસના ત્રાસથી સહપરિવાર આપઘાત ચીમકી

Jan 27,2019 2:44 PM IST

રાજકોટઃ શહેર કોંગ્રેસના ઉમેદવાર તરીકે વોર્ડ નં 13ની પેટાચૂંટણી લડવા ફોર્મ ભરી પરત ખેંચી ભાજપમાં જનાર નરસી પટોળીયાએ કોંગ્રેસ પ્રમુખને નોટિસ પાઠવી છે. નરશી પટોળીયાના કહેવા મુજબ કોંગ્રેસના સભ્યો તેમને અને તેમના પરિવારને બદનામ કરવા તથા અન્ય વિષયથી ત્રાસ આપે છે. આ અંગે નોટિસમાં જણાવ્યું છે કે જો 8 દિવસમાં તેમના પર લગાવવામાં આવેલા આક્ષેપો પાછા ખેચવામાં નહી આવે તો તે બદનક્ષીનો દાવો કરશે. તેમજ તેણે કોંગ્રેસના ત્રાસથી સહપરિવાર સાથે આપઘાત કરવાની પણ ચીમકી આપી હતી. જો તેમના પર લાગેલા આક્ષેપો પાછા ખેચવામાં નહી આવે તો તેઓ દિવાની અને ફોજદારી ગુનો દાખલ કરશે.