Nokia 1, Nokia 7 અને 7 Plusના ફોટા થયા લીક, સામે આવી આ જાણકારીઓ

Feb 15,2018 8:49 PM IST

એક જમાનાની ધરખમ મોબાઇલ કંપની નોકિયા હવે એન્ડ્રોઇડમાં પાણી બતાવી રહી છે. તેની સહયોગી કંપની HMD Global નોકિયાના નવા ફોન પર કામ કરી રહી છે. થોડા દિવસ પહેલાં તેની તસવીરો લીક થઈ ગઈ છે. તે પ્રમાણે હવે Nokia 1, Nokia 7 અને Nokia 7 Plus મૉડલના સ્માર્ટફોન લૉન્ચ થશે. ફોટો જોતાં Nokia 1 કોમ્પેક્ટ અને બજેટ સ્માર્ટફોન હોય તેવું લાગી રહ્યું છે. Nokia 1માં સિંગલ રિઅર કેમેરા અને HD IPS ડિસ્પ્લે હશે. Nokia 1 1GB રેમ અને 8GB ઇન્ટરનલ સ્ટોરેજથી સજ્જ હશે. Nokia 7 અને Nokia 7 Plusનાં ફીચર્સ લગભગ સરખાં છે. Nokia 7 Plusમાં ડ્યુઅલ રિઅર કેમેરા આપવામાં આવ્યા છે. Nokia 7 Plusમાં 6 ઇંચનો Full HD IPS ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. Nokia 7 Plusમાં ઇન્ટર્નલ 64 GB અને 4 GB રેમ આપવામાં આવી છે. આ ફોનમાં Carl Zeiss 12MP+13MP રિઅર અને ફ્રન્ટ 16MP કેમેરા આપવામાં આવ્યા છે. આ ફોનમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે. HMD Global તેનાં આ બંને સ્માર્ટફોન આ મહિને યોજાનારી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ-2018;માં રજૂ કરશે.