નિશા ગોંડલિયાએ કહ્યું-પોલીસ રક્ષણ મળ્યાં બાદ રાજકારણી-અધિકારીઓનાં નામ જાહેર કરીશ

Aug 28,2019 12:00 AM IST

રાજકોટ: બિટકોઇન કૌભાંડ મામલે આજે નિશા ગોંડલીયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન નિશા ગોંડલીયાએ કહ્યું કે, જામનગરમાં જયેશ પટેલની વગ હોવાથી મારે રાજકોટ અને અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરવી પડે છે. આ સાથે જે તેને આક્ષેપ કરતાં કહ્યું કે જયેશ પટેલે બિટકોઈન વેચી રાજકોટમાં પ્રોપર્ટી ખરીદી છે. ગઈકાલે જામનગરમાં 2 બાઈક સવારોએ મને ધમકી આપી હતી. જેથી પોલીસ રક્ષણની માંગ કરી છે. પોલીસ રક્ષણ મળ્યાં બાદ સમગ્ર મામલે રાજકારણી અને અધિકારીઓનાં નામ જાહેર કરીશ.જયેશ અમદાવાદમાં આટા ફેરા કરતો હોય છે અને તે વિદેશની યુવતી ઓ સાથે ગેર કાયદેસર ધંધા કરતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે નિશા ગોંડલિયા શૈલેષ ભટ્ટની સાળી છે.