સુરક્ષિત છે અખબાર, બિલકુલ નચિંત થઈને વાંચતા રહો: WHO, અખબારથી કોરોના ફેલાય તે અફવા

Mar 24,2020 8:02 PM IST

કોરોના વાઈરસનો પ્રકોપ દેશમાં એટલો વધી ચૂક્યો છે કે, કરોડો લોકો જાતે જ સાવધાની રાખી રહ્યા છે. દેશના 23 રાજ્યમાં લૉકડાઉન ચાલુ છે. એટલે લોકો પોતાના ઘરોમાં કેદ છે. તેમની પાસે જાણકારી મેળવવા અને સમય વીતાવવા ટીવી અને અખબારોના વિકલ્પ છે. આ દરમિયાન એવી અફવા ફેલાઈ કે, અખબારો થકી પણ કોરોના સહેલાઈથી ફેલાઈ રહ્યો છે, પરંતુ આ દાવો ખોટો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશે પણ તેને અફવા ગણાવી છે.