સુરતઃ NEET પરીક્ષા સેન્ટર પર સ્ટુડન્ટ્સની સ્લિવ કાપી લેવાતા રોષ

May 07,2017 4:47 PM IST

આ તમામ દશ્યો જોઇને આપને આશ્ચર્ય થતું હશે કે આખરે શા માટે પોલીસ કર્મીઓ આ યુવક યુવતીઓના કપડાની સ્લિવ કાપી રહ્યાં છે. આ તમામ યુવક યુવતીઓ નીટના વિદ્યાર્થીઓ છે જેમણે બોર્ડની ગાઇડલાઇન પ્રમાણે હાફ સ્લિવના આઉટફિટ ન હતા પહેર્યાં તેથી નીટની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓના કપડાની સ્લિવ પરીક્ષા કેન્દ્રની બહાર કાપી લેવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે નીટની પરીક્ષામાં ગેરરિતી ન થાય તે માટે બોર્ડ દ્વારા ગાઈડલાઈન ઈશ્યુ કરાઇ છે. જેમાં પરીક્ષાર્થીઓ ફુલ સ્લિવના આઉટફિટ માટે મનાઇ કરવામાં આવી હતી ત્યારે જે વિદ્યાર્થીઓએ ફુલ સ્લિવના આઉટફિટ પહેર્યા હતા તેમણે પરીક્ષા કેન્દ્રની બહાર આવું વર્તન સહન કરવું પડ્યું હતું જો કે પરીક્ષા કેન્દ્રની બહાર આવા વર્તનનો વાલી અને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.