NEETના પરિણામમાં સુરતનો ડંકોઃ દેશમાં ટોપ 25માં બે સુરતી સ્ટુડન્ટ

Jun 23,2017 9:52 PM IST

સુરતઃમેડિકલ ક્ષેત્ર આગળ વધાવા માટે ધોરણ 12 પછી લેવાતી નીટના પરિણામ જાહેર થયા છે. જેમાં દેશભરના ટોપ 25માંથી ગુજરાતના બે સ્ટુડન્ટનો સમાવેશ થાય છે. ત્યારે ગુજરાતના આ બન્ને સ્ટુડન્ટ સુરતી સિતારા હોવાથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો છે. NEET દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામ આજે જાહેર થયા હતાં. જેમાં એઈમ્સમાં દેશભરમાં પ્રથમ રહેલી એલનની નિશિતા પુરોહિત નીટમાં 700માંથી 685 માર્ક અને 99.84 પર્સેન્ટાઈલ સાથે દેશભરમાં 11માં ક્રમે રહી હતી.જ્યારે આકાશમાં અભ્યાસ કરનાર વિષ્ણુ સિંઘલને 700માંથી 681 સાથે 99.75 પીઆર સાથે દેશભરમાં 23મો રેન્ક મેળવીને સુરત તથા પરિવારનું નામ રોશન કર્યું છે.