હિટ એન્ડ રન / નવસારીમાં પોલીસ જવાનની કારે ત્રણ અકસ્માત સર્જ્યા, એકનું મોત

Mar 07,2019 8:35 PM IST

સુરતઃ નવસારીના ચીખલી ખાતે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે રસ્તે જતા 3 લોકોને હવામાં ફંગોળ્યા હતા. ત્યારબાદ ભાગવા જતા કાર ચાલકે રિક્ષા અને બાઇકને પણ અડફેટે લીધા હતા. અને કાર ગટરમાં ઉતરી જતા કાર ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. તપાસ કરતા કાર(GJ-21-BC-6952) વાંસદા પોલીસ મથકમાં ફરજ બજાવતા જવાનની હોવાની જાણવા મળ્યું છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં એકને ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, કાર કોણ ચલાવતું હતું એ જાણી શકાયું નથી.