ન્યૂ ઈન્ડિયામાં નિર્ણયોને ટાળી ન શકાય - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Dec 06,2019 9:27 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુચ્છેદ 370ને ખતમ કરવા વિશે કહ્યું કે, અમારો નિર્ણય પહેલાં રાજકીય રીતે ઘણો મુશ્કેલ હતો. પરંતુ તેના હટ્યા પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસની નવી આશા મળી છે. ઘણાં એવા નિર્ણયો છે જે પહેલાંના સમયનો વારસો હતો પરંતુ ન્યૂ ઈન્ડિયામાં આ નિર્ણયોને ટાળી ન શકાય.