ગિલોલ ગેંગ / ગિલોલથી તોડ્યા કારના કાચ, બાદમાં આ રીતે કારમાંથી કરી ચોરી

Jan 11,2019 4:04 PM IST

નડિયાદ: નડિયાદમાં એક લબરમૂછિયાએ ગુરૂવારે ગાડીનો કાચ તોડી તેમાંથી એક બેગની ચોરી કરી હતી. જોકે આ મામલે મોડી સાંજ સુધી પોલીસ મથકે કોઇ ફરિયાદ નોંધાઇ નથી. નડિયાદ શહેરમાં કોલેજ રોડ ઉપર પાર્ક કરેલી કારમાંથી એક લબરમૂછિયો ગિલોલથી ગાડીનો કાચ તોડીને તેમાંથી બેગની ઉઠાંતરી કરી ગયો હતો. આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની હતી. જોકે મોડી સાંજ સુધી આ મામલે નડિયાદ શહેર પોલીસ મથકે કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી. જેમની ગાડીનો કાચ કિશોર વયના તસ્કરે તોડ્યો છે તે નિરજભાઇ ગોહેલ વકીલ તરીકે ફરજ બજાવે છે અને શહેરના પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ ઉપર રહે છે. હાલમાં તેઓ વકીલાતનો આગળ અભ્યાસ કરતાં હોઇ, સવારે કોલેજ ગયા હતા તે સમયે આ ઘટના બની હતી. આ મામલે પોલીસને જાણ કરી હતી.