મુંબઈ / નકલી યમરાજા રેલવે ટ્રેક પર ચાલનારા લોકોને ઊઠાવીને લઈ જાય છે

Nov 08,2019 4:29 PM IST

મુંબઈ: રેલવે ટ્રેકને પગપાળા પાર કરનારા લોકોને યમરાજા શીખ આપી રહ્યા છે. રેલવેની ચેતવણી અને કાર્યવાહી હોવા છતાં ઘણા લોકો રેલવે ટ્રેક પર ચાલીને અન્ય પ્લેટફોર્મ પર પહોંચે છે. રેલવે અકસ્માતથી લોકોની બચાવવા માટે પશ્ચિમ રેલવેએ આરપીએફ સાથે મળીને યમરાજાને તૈનાત કર્યો છે. યમરાજાના કપડાંમાં તૈયાર થયેલો વ્યક્તિ ટ્રેક પર ચાલનારા લોકોને તેના ખભા પર ઉઠાવીને લઇ જાય છે.