નવા વિડિઓ

 • એક સાપ અન્ય જીવતા સાપને આખેઆખો ગળી ગયો, ગુજરાતનો વીડિયો વાઈરલ 02:37

  એક સાપ અન્ય જીવતા સાપને આખેઆખો ગળી ગયો, ગુજરાતનો વીડિયો વાઈરલ

 • નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી ગોટે સાહેબને ચડાવી દીધા 02:58

  નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી ગોટે સાહેબને ચડાવી દીધા

 • મોંઘવારી ખાખીને પણ નડે? પોલીસે ખોવાયેલી પત્નીને શોધવા માટે પતિ પાસે માગ્યા પેટ્રોલના રૂપિયા 02:35

  મોંઘવારી ખાખીને પણ નડે? પોલીસે ખોવાયેલી પત્નીને શોધવા માટે પતિ પાસે માગ્યા પેટ્રોલના રૂપિયા

 • ગણપતિના દર્શન કરવા મામા ઘેર પહોંચ્યો તૈમૂર, ટ્રેડિશનલ લૂકમાં કરી ધમાલ-મસ્તી 00:45

  ગણપતિના દર્શન કરવા મામા ઘેર પહોંચ્યો તૈમૂર, ટ્રેડિશનલ લૂકમાં કરી ધમાલ-મસ્તી

 • રાજકોટમાં પ્લોટની માગણીને લઇને પ્રૌઢનો કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ 00:56

  રાજકોટમાં પ્લોટની માગણીને લઇને પ્રૌઢનો કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ

 • Modi told about surgical strike on Black money in vadodra 01:02

  વડોદરાઃ મોદી બોલ્યા હતા એ વાયદો 18 દિવસમાં જ અમલમાં મૂકી દીધો

  વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે દેશના ચલણમાંથી રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટ્સ પરત લેવાની કરેલી જાહેરાતને કાળું નાણું બહાર લાવવાની સર્જિકલ સ્ટ્રાઇક; તરીકે ગણાવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ગયા મહિને વડોદરામાં તા.22 ક્ટોબરે યોજાયેલા દિવ્યાંગોના કલ્યાણ મેળાની સભામાં જ કાળું નાણું બહાર લાવવા માટે સર્જિકલ સ્ટ્રાઇક; કરવાનો સંકેત આપ્યો હતો.

  17K વ્યુઝ
 • The snake swallowed Snake in farm at gujarat 02:37
  સમાચાર

  એક સાપ અન્ય જીવતા સાપને આખેઆખો ગળી ગયો, ગુજરાતનો વીડિયો વાઈરલ

  અમદાવાદ: સામાન્ય રીતે સાપ ઉંદર કે અન્ય કોઈ પ્રાણીને ગળી જતો હોય છે. પણ ગુજરાતના એક ખેડૂતના ખેતરમાં નોખી ઘટના બની. થયું એવું કે ખેડૂત સહિત કેટલાક લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે તેમની નજર એક સાપ પર પડી. એટલું જ નહીં એક મોટો સાપ અન્ય સાપને ગળી જતો હતો. ધીમે સાપ આખેઆખા સાપને ગળી ગયો હતો. વીડિયોમાં જોતા ખ્યાલ આવી શકે બંને સાપની લંબાઈ પણ ઘણી હતી. સાપ આખા સાપ ગળી ગયા બાદ ત્યાંથી નીકળી ગયો હતો. ખેડૂતે આ આખી ઘટનાને મોબાઈલમાં ઉતારી લીધી હતી.

 • viral video of himachal police who bribe money for petrol 02:35
  સમાચાર

  મોંઘવારી ખાખીને પણ નડે? પોલીસે ખોવાયેલી પત્નીને શોધવા માટે પતિ પાસે માગ્યા પેટ્રોલના રૂપિયા

  હિમાચલના ખાખી વર્દીધારી લોકોએ કરપ્શન કરવા મટે જે કારનામું કર્યું હતું તે સાંભળીને ભલભલાને નવાઈ લાગે છે.એક વ્યક્તિની પત્ની ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઈ હતી. ઓગષ્ટ મહિનામાં નીકળ્યા બાદ પણ તે હજુ સુધી ઘરે પાર્ટ ફરી નથી. પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધવા માટે પણ પોલીસે પેટ્રોલના પૈસા માગ્યા હતા. તો સાથે જ તે વ્યક્તિએ જ્યારે પેટ્રોલ ભરાવ્યું સરકારી ગાડીમાં ત્યારે જ તે લોકોએ ગાડીને શેલ માર્યો હતો.બાદમાં તે પોલીસવાળાઓએ એક સ્થળેથી બીજા સ્થળે માત્ર આંટાઓ જ મારીને ટાઈમપાસ કર્યો હતો.

 • one person attempt suicide in collector office at rajkot 00:56
  સમાચાર

  રાજકોટમાં પ્લોટની માગણીને લઇને પ્રૌઢનો કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ

  રાજકોટ: રાજકોટની કલેક્ટર કચેરીમાં આજે પ્રૌઢે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આત્મવિલોપનને લઇને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રૌઢ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ડબલું લઇને આવ્યા હતા. આ જ્વલનશીલ પ્રવાહી પોતાના શરીરે છાંટે તે પહેલા જ પોલીસે તેને પકડી લીધા હતા અને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જુઓ વીડિયો

 • Two hundred fifty year old historical ganpati temple in vadodara 01:33
  સમાચાર

  આ છે વડોદરાનું 250 વર્ષ જૂનું ઐતિહાસિક ગણપતિ મંદિર, ભોયરામાં હતી અઢળક સંપત્તિ

  વડોદરાઃ વડોદરા શહેરના વાડી વિસ્તારમાં શ્રી મૈરાળ ગણપતિનું 250 વર્ષ જુનું ઐતિહાસિક મંદિર આવેલું છે. એક જમાનામાં મંદિરના ભોંયરામાં અઢળક સંપત્તી હતી. શ્રી મૈરાળના ગણપતિની સ્થાપના કરનાર સ્વ. ગોપાલરાવ મૈરાળે બરોડા સ્ટેટના મહારાજા ખંડેરાવ ગાયકવાડને નવકોટીનું દાન કર્યું હતું. આથી તેઓ નવકોટી નારાયણ કહેવાતા હતા. વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા શ્રી મૈરાળ ગણપતિ ધુંડીરાજ ગણપતિ તરીકે પણ જાણીતા છે.

 • young boy beaten by mob viral video 00:38
  સમાચાર

  દુષ્કર્મનો આરોપ મૂકીને યુવકને અર્ધનગ્ન કરીને કાપી નાખ્યા વાળ, જૂતાનો હાર પહેરાવી કાઢ્યો વરઘોડો

  યુપીના બુલંદશહેરમાં એક યુવકને યુવતી પર દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હોવાના આરોપસર પકડવામાં આવ્યો હતો. આ બાદ તે ત્યાંના સ્થાનિક લોકોના હાથે ઝડપાઈ જતાં તેની બહુ જ ખરાબ હાલત થઈ હતી. પબ્લિકે તેને પકડીને પહેલાં તો બરાબરનો માર્યો હતો. બાદમાં પણ જનતાનો ગુસ્સો શાંત થવાનું નામ નહોતો લેતો. જેથી આ ટોળાએ તેનાં કપડાં ફાડીને તેના માથે ટાલ કરી નાખી હતી. યુવકની વધુ દયનીય સ્થિતિ કરવા માટે તે લોકોએ તેના ગળામાં ખાસડાનો હાર પહેરાવ્યો હતો સને આવતી જતી પબ્લિકે પણ ટપલીદાવ કર્યો હતો.

 • Piloting vehicle of commissioner hits two youths in Vadodara 01:31
  સમાચાર

  વડોદરાના કમિશનરની ગાડીને પાઇલોટિંગ કરી રહેલી ગાડીને નડયો અકસ્માત

  વડોદરાઃ અકોટા-દાડિયાબજાર ચાર રસ્તા નજીકથી પસાર થઈ રહેલી મ્યુનિસિપલ કમિશનરની ગાડીને પાઈલોટિંગ કરી રહેલી સ્કોર્પિયો ગાડી સાથે બાઈક પર જઈ રહેલા બે યુવાનોનો અકસ્માત મંગળવારે મોડી સાંજે થતા રોડ પર લોકોના ટોળા ઘસી આવ્યા હતા. ઘટનાના પગલે થોડા સમય માટે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અહીં જુઓ અકસ્માતનો વીડિયો

 • std-9th-student-murdered-11th-std-student 01:08
  સમાચાર

  થપ્પડનો બદલો લીધો મર્ડર કરીને, ધો-9ના સ્ટુડન્ટે દોસ્તો પાસે કરાવી અન્ય વિદ્યાર્થીની હત્યા

  પંચકૂલા (હરિયાણા): પંચકૂલાના સેક્ટર-7ની ગવર્મેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં બે સ્ટુડન્ટ્સ વચ્ચે મોબાઈલની ચોરીને લઇને શનિવારે થયેલી લડાઈમાં સોમવારે એક સ્ટુડન્ટનું મર્ડર કરી દેવામાં આવ્યું. સ્કૂલની બહાર જ 11મા ધોરણના સ્ટુડન્ટ વિકાસની છાતીમાં ચપ્પુ મારવામાં આવ્યું, જેનાથી સ્થળ પર જ તેનું મોત થઈ ગયું. વચ્ચે પડવા ગયેલા અન્ય એક વિદ્યાર્થીના હાથમાં પણ ફ્રેક્ચર થયું છે. ચોંકાવનારી વાત એ છે કે એક થપ્પડનો બદલો લેવા માટે આ મર્ડર કરવામાં આવ્યું.

 • A Farmer create unique idea protuction of crops in farm 01:19
  સમાચાર

  પાણી અને બળેલા ઓઇલના પ્રયોગથી ગુજરાતના સામાન્ય ખેડૂતે શોધ્યો મુંડા અને ઈયળ ભગાડવાનો દેશી જુગાડ

  અમદાવાદ: ગુજરાતના એક સામાન્ય ખેડૂતની કોઠાસૂઝે કમાલ કર્યો છે. આ ખેડૂતે મગફળીમાં આવતા મૂંડાનો દેશી જુગાડ શોધ્યો છે. ખેડૂતના આ ઘરેલું પ્રયોગથી મુંડા ઉપરાંત કિંગા અને ઈયળ મૂકતા ફૂદાનો પણ ઉપાય મળ્યો છે. આ ખેડૂતે ભંગારના ડબ્બાને ચારેબાજુથી થોડોથોડો કાપી, તેમાં લેમ્પ લગાવી દીધો છે જેથી લાઈટ થઈ શકે. આ ડબ્બામાં પાણી, બળેલું ઓઇલ, કેરોસીન કે ડીઝલ ગમે તે પ્રવાહી ભરી શકાય છે. ખેડૂતોએ સૂર્યાસ્ત થાય એટલે ડબ્બામાં રહેલો લેમ્પ ચાલુ કરી દેવાનો રહે છે. આમ કરવાથી સવાર સુધીમાં ડબ્બો જીવાતથી ભરાઈ જાય છે. ખેડૂતો ખેતરમાં એકથી વધુ ડબ્બા પણ મૂકી શકે છે. આ ખેડૂતનો દાવો છે કે, આ દેશી પ્રયોગથી દવાના છંટકાવમાં 50%નો બચાવ થશે. આ ખેડૂતનું કહેવું છે કે, ખેતરમાં જો શાકભાજીનું વાવેતર કરેલું હોય તો ડબ્બાને ખેતરની વચ્ચે જ રાખવા જ્યારે મગફળી વાવેલી હોય તો ડબ્બા ઝાડ નીચે કે અન્ય જગ્યાએ લટકાવી દેવા. ઝાડ નીચે ડબ્બા લટકાવવા વધુ હિતાવહ હોવાનું તેઓ જણાવે છે.

 • Ganesh from 10,000 Pani Puris 00:51
  સમાચાર

  10,000 પાણીપૂરીથી બનાવી ગણેશજીની મૂર્તિ, આ રીતે આવ્યો હતો આઈડિયા

  આખા દેશમાં જ્યારે લોકો અવનવી રીતે ગણેશજીનો ઉત્સવ ઊજવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના પુણેમાં પાણીપૂરીવાળા ગણેશ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પુણેના ગણેશ ભેળના માલિકને એક દિવસ બિસ્કીટમાંથી બનેલા અનોખા જ ગણેશ જોઈને મગજમાં વિચાર આવ્યો હતો કે કઈંક અલગ જ ગણેશજીની મૂર્તિ બનાવવી જોઈએ. બસ પછી તેઓએ લગભગ 11 દિવસ, ચાર રાત અને 100 કલાકની મહેનત બાદ આ 10000 પાણીપૂરીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી છે. આજકાલ આ ઈકો-ફ્રેન્ડ્લી એવા આ પાણીપૂરીના ગણેશ લોકોમાં પણ ખાસ્સા એવા પ્રચલિત થયા છે.

 • viral photo of delhi child who crying near deadbody of his father 01:36
  સમાચાર

  એક હાથે પંપાળ્યું મૃત પિતાનું માથું ને બીજાથી લૂંછ્યાં પોતાનાં આંસુ, ફોટોથી રડી આખી દુનિયા

  દિલ્હીમાં થયેલી એક દુર્ઘટના અને ત્યારબાદ તે દુર્ઘટનાનો ભોગ બનનાર પરિવારના દીકરાની એક તસ્વીર વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયામાં જે થયું તેની તમે કદાચ કલ્પના પણ નહીં જ કરી હોય. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે સોશિયલ મીડિયાએ માત્ર ટ્રોલ કરવાની જગ્યા નથી, અહીં આજે પણ અનેક દિલાવર લોકોમાં માનવીય સંવેદનાઓ જીવતી છે. એક સફાઈકર્મીના નિધન બાદ તેના પુત્રની વાઈરલ થયેલી આ કરૂણ તસ્વીર જોઈને માત્ર ટ્વિટર પર જ લોકોએ સહાયનો અધધધ ધોધ વરસાવ્યો હતો.માત્ર ગણતરીના જ કલાકોમાં તેના માટે 24 લાખ રૂપિયા એકઠા થઈ ગયા હતા. સોમવારે દિલ્હીના ડબરી વિસ્તારમાં એક 37 વર્ષીય સફાઈ કર્મચારી અનિલનું સીવરની સફાઈ સમયે જ મોટ થયું હતું।આ સફાઈકર્મી પાસે પૂરતાં સુરક્ષાનાં સાધનો ના હોવાથી તેનું નિધન થયું હોવાની વાત બહાર આવી હતી.આ દુર્ઘટના બાદ તે મૃતક એટલે કે અનિલનો પુત્ર તેના મૃતદેહ પાસે ઉભો હોય તેવી એક તસ્વીર પણ ટ્વિટર પર વાઈરલ થઈ હતી. પોતાના પિતાના મૃતદેહ પાસે જઈને તેમના ગાલ પર હાથ ફેરવીને માત્ર પપ્પા શબ્દ બોલતાં જ તેનો ડૂમો ભરાઈ ગયો હતો. મૃતકના પરિવારની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે તેમની પાસે અંતિમસંસ્કાર કરવાના પણ રૂપિયા નહોતા.આ આખી કરુણ કહાની કેટો ફાઉન્ડેશનના ધ્યાને આવતાં જ તેમણે આ પરિવારની મદદ કરવાની જવાબદારી લીધી હતી અને જેના ભાગરૂપે જ તેમણે સોશિયલ મીડિયા પર આ આખી વાત મૂકી હતી અને બસ પછી તો આ પરિવારની સહાય માટે કલાકોમાં જ આર્થિક સહાયનો ધોધ વહેવા લાગ્યો હતો.

  6K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. એક હાથે પંપાળ્યું મૃત પિતાનું માથું ને બીજાથી લૂંછ્યાં પોતાનાં આંસુ, ફોટોથી રડી આખી દુનિયા 01:36

  એક હાથે પંપાળ્યું મૃત પિતાનું માથું ને બીજાથી લૂંછ્યાં પોતાનાં આંસુ, ફોટોથી રડી આખી દુનિયા

 2. બોયફ્રેન્ડ ડેટ પર નહોતો લઇ જતો, નારાજ ગર્લફ્રેન્ડે રસ્તા વચ્ચે ધનાધન ઝીંકી દીધા ચપ્પુના ઘા 01:16

  બોયફ્રેન્ડ ડેટ પર નહોતો લઇ જતો, નારાજ ગર્લફ્રેન્ડે રસ્તા વચ્ચે ધનાધન ઝીંકી દીધા ચપ્પુના ઘા

 3. બરમુડા ટ્રાયેંગલની પહેલીનો ઉકેલ, સમુદ્રી દાનવ નહીં દુર્ઘટનાઓ પાછળ છે સાયન્ટિફીક કારણ 01:04

  બરમુડા ટ્રાયેંગલની પહેલીનો ઉકેલ, સમુદ્રી દાનવ નહીં દુર્ઘટનાઓ પાછળ છે સાયન્ટિફીક કારણ

 4. અમેરિકાના પેટ્રોલપંપ પર જઈને સરદારજીએ ખોલી ભારતના મોંઘાદાટ પેટ્રોલની પોલ 01:45

  અમેરિકાના પેટ્રોલપંપ પર જઈને સરદારજીએ ખોલી ભારતના મોંઘાદાટ પેટ્રોલની પોલ

 5. ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો 00:57

  ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

TOP