મહાકાલના દરબારમાં મૉડેલનો મોહિની અવતાર વાઈરલ, સફેદ સાડીમાં કામુક અદાઓવાળો બનાવ્યો વીડિયો / મહાકાલના દરબારમાં મૉડલનો મોહિની અવતાર વાઈરલ, સફેદ સાડીમાં કામુક અદાઓવાળો બનાવ્યો વીડિયો

Sep 07,2018 4:24 PM IST

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું વિશ્વવિખ્યાત મહાકાલેશ્વર મંદિર તેની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચામાં આવ્યું છે. આ મંદિરના પરિસરમાં કોઈ પણ વ્યક્તિ મોબાઈલ લઈને પ્રવેશી શકતું નથી કે નથી કરી શકતું કોઈ વગર મંજૂરીએ રેકોર્ડિંગ. તેવા સમયે મુંબઈની એક મૉડલ આ મંદિરમાં પ્રવેશીને તેનું આખું રેકોર્ડિંગ કરીને નીકળી ગઈ હતી. મહાકાલના દરબારમમાં નંદની કુરીલ નામની આ મૉડલ તેના મોહિની અવતારના એક નહીં પણ ચાર ચાર વીડિયો બનાવીને નીકળી ગઈ હતી. ભગવાનની સામે જ આ યુવતીએ બધી જ મર્યાદાનો ભંગ કર્યો હતો, ગીત વગાડીને તેને માદક ડાન્સ પણ રેકોર્ડ કર્યો હતો. તેના વીડિયો વાઈરલ થયા બાદ મંદિરના સત્તાધીશો જાગ્યા હતા.