વીડિયો વાયરલ / જસદણના કડુકા ગામે લોકડાયરામાં કુંવરજી બાવળિયાએ રૂપિયાનો વરસાદ કર્યો

Jan 28,2019 11:04 AM IST

જસદણ: જસદણના કડુકા ગામે ભરવાડ સમાજની 58 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં કલાકાર દેવલ ભરવાડે લોકગીતોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે જસદણના ભાજપના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. સાથે જસદણના ભાજપના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાએ પણ પૈસા ઉડાડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.