અમદાવાદ / પિતાની છત્રછાયા ગુમાવનાર મિહિરે ધોરણ-10માં 93% મેળવ્યા

May 21,2019 7:40 PM IST

અમદાવાદ: આજે ધોરણ-10નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં તેજસ્વીનું બિરૂદ મેળવનાર મોટા ભાગના વિદ્યાર્થીઓ સામાન્ય ઘરના છે. તો કેટલાક વિદ્યાર્થિઓના માથે પિતાની છત્રછાયા ન હોવા છતા માતાએ પેટે પાટા બાંધીને બાળકોને ભણાવ્યા છે. અમદાવાદનો મિહિર કોશરેકર જે ધોરણ-10માં 99.79 PR સાથે ઉત્તીર્ણ થયો છે. તે 9 માસનો હતો ત્યારે જ તેના પિતા મૃત્યુ પામ્યા હતા. મિહિરે જણાવ્યું હતું કે ‘ભાઈ અને માતાએ ભણાવીને આગળ વધાર્યો. આજે જે પણ કાઈ છું એ માતાના કારણે છું. માતા કોમ્પ્યુટર કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતા હતા. 10 હજારના પગારમાં બંનેને ભણાવ્યા’;.