જો તમે ગેમ રમવાના શોખિન છો, તો થઈ જાઓ તૈયાર ગેમિંગનો અદભૂત અનુભવ માણવા માટે. માઈક્રોસોફ્ટે થોડા સમય પહેલા એક્સબોક્સ વન એક્સ કન્સોલને ઈન્ડિયામાં લોન્ચ કર્યુ છે. આ નવા કન્સોલથી ભારતના ગેમ રસિયાઓને 4કે ગેમિંગનો અનુભવ મળશે. ભારતમાં તેની કિંમત અંદાજે 45 હજાર રૂપિયા જેટલી રાખવામાં આવી છે. માઈક્રોસોફ્ટનો દાવો છે કે તેમનું આ નવું કન્સોલ ગેમ રસિકોને ગેમિંગનો જોરદાર અનુભવ કરાવશે. આ કન્સોલમાં અનેક નવી ગેમ્સ પણ લાઈનઅપ કરવામાં આવી છે જેમાં ફ્રોઝા મોટર સ્પોર્ટ્સ 7, સુપર લકી્સ ટેલ, અસેસિયન ક્રિડ ઓરજીન્સ, મીડલ અર્થ:સેડો ઓફ વોર અને ફિફા 18 જેવી અનેક ગેમ્સનો સમાવેશ થાય છે. માઈક્રોસોફ્ટનો દાવો છે કે એક્સબોક્સ વન એક્સ PS4 કરતા 50 ટકા વધુ શક્તિશાળી છે. આ કન્સોલ અત્યાર સુધીનું સૌથી નાનું અને અનેક ફિચરથી સજ્જ છે. તે 8-core AMD CPU પર કામ કરશે. આ કન્સોલમાં 6 ટેરાફ્લોપ્સ સ્કોર્પિયો એન્જીન, 8 જીબી ફ્લેશ, 1 ટીબી સ્ટોરેઝ, 12 જીબી GDDR5 RAM, 4કે અલ્ટ્રા એચડી બ્લ્યૂ રે પ્લેયર, એચડીઆર અને વાઈડ કલર રેન્જ, 4કે સ્ટ્રિમિંગની ક્ષમતાથી સજ્જ છે.તેમાં 4કે રિઝોલ્યૂશન, જોરાદાર ગ્રાફિક્સ, સ્મૂધ ફ્રેમ રેટ્સ અને ઝડપી લોડ ટાઈમની સાથે તેને 1080પી સજ્જ ટીવી પર પણ રમી શકાશે. એક્સબોક્સ વન એક્સ ગેમિંગ અને વીડિયો માટે હાઈ ડાયનેમિક રેન્જ સપોર્ટ તેમજ પ્રીમિયમ ઓડિયો માટે DTS 5.1 અને ડોલ્બી ડિઝિટલ 5.1 સાઉન્ડ ક્વોલિટી પૂરી પાડશે. વિઆર કિટની મદદથી ગેમ રમવાનું પસંદ કરતા ગેમ રસિકો માટે આ કન્સોલ નથી, કારણ કે હાલ પુરતા માઈક્રોસોફ્ટના આ કન્સોલમાં VR સપોર્ટ નથી આપવામાં આવ્યું. થોડા સમય પહેલા જ ભારતમાં લોન્ચ થયેલું માઈક્રોસોફ્ટનું આ કંસોલ ગેમ રસિકો એમેઝોન, ફિલ્પકાર્ટ ઉપર ઓનલાઈન ખરીદી શકશે, તેમજ માઈક્રોસોફ્ટ ઈન્ડિયા સ્ટોર અને ક્રોમાના રિટેઈલ સ્ટોર પરથી પણ ખરીદી શકશે.