- Home
- Gujarati Videos
- News
- a normal rain next 72 hours in south, coastal areas of Saurashtra, આગામી 72 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, local news in gujarati
આગામી 72 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
અમદાવાદઃ નૈઋત્ય ચોમાસુ આગળ વધી રહ્યું છે ત્યારે હવે અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતમાં પણ 72 કલાકમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 10 અને 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રમાં મેહુલાનું આગમન થશે. જોકે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડતા હવે ભારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના ટળી ગઈ છે. હવે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ઘટી શકે છે ગરમીનો પ્રકોપ બીજી તરફ, બુધવારે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકોએ બફારો સહન કરવો પડ્યો હતો. આગામી દિવસમાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાથી ગરમી ઘટવાની સંભાવના છે. ગઈકાલે ક્યાં નોંધાયું કેટલું તાપમાન અમદાવાદનું તાપમાન પણ 41.9 ડિગ્રી સુધી પહોંચી જવાની સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકો પરસેવે નીતરતા જોવા મળ્યા હતા. બુધવારે 42.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. ડીસા 41.6 ડિગ્રી, ગાંધીનગર 41.5, વલ્લભ વિદ્યાનગર 41.5, વડોદરા 40.3 પારો રહ્યો હતો. આજે મુંબઈમાં મેઘાની થઈ એન્ટ્રી ઉલ્લેખનીય છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ગુરુવારે મુંબઈમાં એન્ટ્રી કરી છે. આ પહેલા હવામાન વિભાગે 9થી 11 જૂન વચ્ચે મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી હતી.