રાજકોટ / સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસો.ની બેઠક મળી, સીંગતેલનું ઉત્પાદન વધશે

Oct 20,2019 3:48 PM IST

રાજકોટ: સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં આ વર્ષે મગફળીના પાકના ઉત્પાદનના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં આ વર્ષે 31 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. સારા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થશે. તેમજ સીંગતેલનું ઉત્પાદન વધશે અને ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી.