નવા વિડિઓ

 • CCTV: રોડ ક્રોસ કરતી મહિલા પર SUV ચડી ગઈ, ટાયર નીચે કચડાઈ જતાં મોત 00:31

  CCTV: રોડ ક્રોસ કરતી મહિલા પર SUV ચડી ગઈ, ટાયર નીચે કચડાઈ જતાં મોત

 • સંતો દેશ-વિદેશ શા માટે જાય છે? 02:07

  સંતો દેશ-વિદેશ શા માટે જાય છે?

 • મહેસાણાના ખેડૂતે પૂછ્યું: હું ખેતી કરું છું ત્યારે મને અમેરિકા જવા વિઝિટર વિઝા મળે ? 02:28

  મહેસાણાના ખેડૂતે પૂછ્યું: હું ખેતી કરું છું ત્યારે મને અમેરિકા જવા વિઝિટર વિઝા મળે ?

 • ક્ષમા આપવી એ કાયરોનું કામ નથી, પણ વીરોનું આભૂષણ છે 02:30

  ક્ષમા આપવી એ કાયરોનું કામ નથી, પણ વીરોનું આભૂષણ છે

 • ધોળાદિવસે લૂંગી પહેરીને ઘૂસ્યો એક ચોર, માત્ર દોઢ મિનિટમાં ચોરી ગયો બાઈક 00:58

  ધોળાદિવસે લૂંગી પહેરીને ઘૂસ્યો એક ચોર, માત્ર દોઢ મિનિટમાં ચોરી ગયો બાઈક

 • Man Theft in Bihar 1:22

  શા માટે આ યુવકને અપાઈ તાલિબાની સજા?

  બેગુસરાઈમાં આરોપીને સ્થાનિકોએ બેરહેમીથી માર માર્યો

  8K વ્યુઝ
 • immigration advice with visa expert parthesh thakkar 02:28
  સમાચાર

  મહેસાણાના ખેડૂતે પૂછ્યું: હું ખેતી કરું છું ત્યારે મને અમેરિકા જવા વિઝિટર વિઝા મળે ?

  DivyaBhaskar.comના ખાસ કાર્યક્રમ Immigration Adviceના આજના એપિસોડમાં જોઈશું કે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરને પૂછવામાં આવેલા સવાલનો શું જવાબ છે.મહેસાણા જિલ્લાના ખેડૂત મેહુલ પટેલે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરને સવાલ પૂછ્યો છે.મેહુલ પટેલે પૂછ્યું છે કે પોતે હાલ ખેતી કરી રહ્યા છે ત્યારે તેઓને અમેરિકા માટે વિઝિટર વિઝા મળી શકે ? આ સવાલ ભલે મહેસાણાના એક ખેડૂતે પૂછ્યો હોય પણ જવાબ અન્ય ખેડૂતોને પણ કામ લાગશે જે વિઝિટર વિઝા પર અમેરિકા જવા ઈચ્છે છે.

 • Bike chor caught in cctv camera 00:58
  સમાચાર

  ધોળાદિવસે લૂંગી પહેરીને ઘૂસ્યો એક ચોર, માત્ર દોઢ મિનિટમાં ચોરી ગયો બાઈક

  બિહારના ફારબીસગંજ વિસ્તારમાં આજકાલ બાઈક ચોરીની ઘટનાઓ વધુ પ્રકાશમાં આવી રહી છે, લોકોના ઘરમાં પડેલા કે પછી ઘરની બાજુમાં રહેલા બાઈક્સ પણ સલામત નથી. માત્ર ગણતરીની સેકન્ડમાં જ બાઈક ચોર લૉક તોડીને બાઈક ચોરીને રવાના થઈ જાય છે એ લોકોને ગંધ સુધ્ધાં નથી આવતી. આવી જ એક ઘટના ત્યાંના એક સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં એક લૂંગી પહેરીને ઘરમાં ઘૂસે છે અને બાદમાં માત્ર દોઢ જ મિનિટમાં તો તે બાઈક બહાર કાઢીને નૌ દો ગ્યારાહ પણ થઈ જાય છે.

 • car over the child CCTV IN Mumbai 01:06
  સમાચાર

  મહિલાએ બાળક પર ચડાવી દીધી કાર, પછી જે થયું તે ચમત્કાર જેવું જ હતું

  મુંબઈના ચેમ્બુરની એક ઘટનાના સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા હતા જે જોઈને ચોક્કસ એવું લાગે કે જેને ભગવાન બચાવનાર હોય તેને કોઈ ના મારી શકે. એક મહિલા કારચાલક પોતાની વેગનઆર ત્યાં રમતા એકે બાળક પર ચડાવી દઈને નીકળી જાય છે. રમતાં રમતાં નીચે બૂટની દોરી બાંધવા બેઠેલ તે બાળક પરથી આખી ગાડી પસાર થઈ હતી હતી પણ જાણે કે કે કોઈ અજ્ઞાત શક્તિએ તેની મદદ કરી હોય તેમ તેને કોઈ ખરોચ પણ નહોતી આવી.કાર પસાર થઈ ગયા બાદ તે બાળક પણ ચમકીને ઉભો થઈ ગયો હતો અને જાણે કે કંઈ પણ બન્યું નથી તેમ નીકળી ગયો હતો.

 • Bootlegar create hydrolic secret chamber for liqour smuggle in Gujarat 01:06
  સમાચાર

  'જલ હી જીવન હૈ' લખેલી વાનમાં કરતો દારૂની હેરાફેરી, બૂટલેગરનો કમાલનો કીમિયો જુઓ

  અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી તો છે, પણ દારૂ ગુજરાતની દરેક ગલીમાં દારૂ વેચાય છે. લોકોની માગને પૂરી પાડવા અને ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે બૂટલેગરો અનેક અવનવા આઈડિયા અપનાવતા હોય છે. આવા જ એક અનોખા આઈડિયાનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં બૂટલેગરે દારૂની હેરાફેરી માટે પિક અપ વાનમાં એક સિક્રેટ ચેમ્બર બનાવ્યું. આ સિક્રેટ ચેમ્બરને ખોલવા માટે સ્પેશિયલ હાઈડ્રોલિક પણલગાવવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે આ દ્રશ્યો જોયાં તો તે પણ દંગ રહી ગયા હતા.

 • આ પ્લેયરની દુલ્હન બનશે સાઇના નેહવાલ, 16 ડિસેમ્બરે કરશે લગ્ન, 10 વર્ષથી કરે છે એકબીજાને ડેટ,badminton-stars-saina-nehwal-and-p-kashyap-to-tie-the-knot-in-d-ecember-after-long-love-affair 01:23
  સમાચાર

  આ પ્લેયરની દુલ્હન બનશે સાઇના નેહવાલ, 16 ડિસેમ્બરે લગ્ન, 10 વર્ષથી કરે છે એકબીજાને ડેટ

  ભારતીય સ્ટાર શટલર ક્વિન સાયના નેહવાલ હવે બેડમિન્ટન ખેલાડી પી. કશ્યપ સાથે લગ્ન કરવા જઈ રહી છે. 28 વર્ષીય સાયના નેહવાલ પોતાના બેસ્ટી પી.કશ્યપ સાથે 16 ડિસેમ્બરે લગ્ન કરશે, લગ્નમાં ઘણાં નજીકના લોકો સામેલ થશે. અને ત્યાર બાદ 21 ડિસેમ્બરે ગ્રાન્ડ રિસેપ્શન આપશે. જેમાં ખેલ-જગત, બૉલિવૂડ અને પોલિટિશ્યન ક્ષેત્રના જાણીતા ચહેરાઓ સામેલ થશે.

 • Wreck of 400-year-old ship may shed light on INDIA's trading past 01:02
  સમાચાર

  400 વર્ષ પહેલાં ભારતથી પોર્ટુગલ જવા નીકળેલું જહાજ મળ્યું, કાળા મરી જેવી વસ્તુઓ પણ મળી

  લિસ્બન | પોર્ટુગલની રાજધાની લિસ્બનની નજીકના શહેર કાશકાઈશના કિનારે 400 વર્ષ જૂના ડૂબેલા જહાજનો કાટમાળ મળ્યો છે. એવું મનાય છે કે આ જહાજ મસાલા તથા અન્ય સામગ્રી સાથે ભારતથી પોર્ટુગલ જઈ રહ્યું હતું. આ કાટમાળને છેલ્લા બે દાયકાની સમુદ્રી શોધોમાં સૌથી મહત્વની મનાઈ રહી છે. આ કાટમાળ સમુદ્રની સપાટીથી માત્ર 40 ફૂટ નીચે હતો. અંદાજ એ છે કે આ જહાજ વર્ષ 1575થી 1625 દરમિયાન ભારતથી લિસ્બન આવતી વખતે ડૂબ્યું હશે. મરજીવાઓને જહાજના કાટમાળમાં કાળા મરી, કાંસાની બનેલી તોપ અને કોડીઓ મળી છે. કોડીનો ઉપયોગ તે સમયે આફ્રિકાના કેટલાક ભાગોમાં ગુલામોના ખરીદ-વેચાણમાં ચલણ સ્વરૂપે કરાતો હતો. શરૂઆતના ખોદકામમાં ચીની માટી અને સિરામિકનાં વાસણ પણ મળ્યાં છે, જેને 16મી અને 17મી સદીમાં ચીનના વાનલી સામ્રાજ્ય સાથે સંકળાયેલ હોવાનું મનાય છે.

 • Ahmedabad: overspeed car hit man, died on the spot 00:59
  સમાચાર

  અમદાવાદઃ ઓવરસ્પીડ જતી કારની ટક્કરથી એકનું મોત, ગાડી પલટી ઊંઘી થઈ ગઈ, કાર ચાલક ફરાર

  અમદાવાદ: અમદાવાદના સાયન્સ સીટી રોડ પર હિટ એન્ડ રનની ધટના બની છે. પૂરપાટ ઝડપે આવતી કારની ટક્કરથી એકનું મોત થયુ છે. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનામાં વજુ લક્ષ્મણભાઈ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે, જે સોલા ગામના રહેવાસી છે. ભયાનક દુર્ઘટના સર્જાતા લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. અકસ્માતની જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

  5K વ્યુઝ
 • Rajkot: Income tax Mega raid on Builders, 48 team with 132 official join in Search operation 01:21
  સમાચાર

  રાજકોટમાં ITનું મેગા સર્ચ ઓપરેશન, 132 અધિકારીઓએ 48 ટીમ બનાવી બિલ્ડરો પર તવાઈ બોલાવી

  રાજકોટ: રાજકોટમાં આજે બિલ્ડરો પર આઇટી વિભાગ ત્રાટક્યું છે. જેમાં 26 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે અને 18 સ્થળે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. શહેરના જાણિતા બિલ્ડરોને ત્યાં આઇટી વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં ડેકોરા ગ્રુપ, સ્વાગત ગ્રુપ, લાડાણી ગ્રુપ સહિત ફાયનાન્સરોને ત્યાં આઇટી વિભાગે દરોડા પાડ્યા છે. ગોપાલ ચુડાસમા, ચેતન રોકડના ઘરે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

  2K વ્યુઝ
 • Viral video of chennai showroom owner attacked on kinnar 01:09
  સમાચાર

  ઇલેક્ટ્રૉનિક્સના શોરૂમમાં ઘૂસીને કિન્નરોએ કપડાં કર્યાં ઊંચાં, ભડકેલા માલિકે કરી દેવાવાળી

  આજકાલ ચેન્નાઈની એક ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે જેમાં એક ઇલેક્ટ્રૉનિક્સના શોરૂમમાં રૂપિયા ઉઘરાવવા માટે કિન્નરોનું ટોળું પહોંચે છે. બધું જ સામાન્ય હતું કિન્નરોને પણ એમ જ કે માલિક પૈસા આપી જ દેશે પણ તે સ્પષ્ટ ના જ પાડી દે છે. વાત વટ પર આવતાં જ કિન્નરો પણ ગુસ્સે થઈને વારાફરતી કપડાં અધ્ધર કરીને તાળીઓ પાડીને દેકારા કરવા માંડે છે. ખાસ્સીવાર સુધી ચૂપચાપ આ તમાશો જોઈ રહેલ માલિકને હવે આ બધો ખેલ સહન ના થતાં જ તે ધનાધન ખુરશીઓ ઉપાડીને સીધો જ કિન્નરો પર ઘા કરવા લાગે છે. માલિકનું મગજ સાતમા આસમાને પહોંચેલું જોઈને કિન્નરો પણ શાનમાં સમજી ગયા હોય તેમ વધુ વિવાદ કર્યા સિવાય જ જેમ બને તેમ ઝડપી ભાગવા જ મંડ્યા હતા. આ શોરૂમના માલિકના તીખા તેવરવાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો જેમાં યૂઝર્સ કહે કે સહનશક્તિની પણ એક હદ હોય, ડોન્ટ એન્ગ્રી મી

  1K વ્યુઝ
 • 500 year old dargah in shivarajpur village of dwaraka 00:50
  સમાચાર

  દ્વારકામાં 500 વર્ષ જૂની કોમી એકતા સમાન દરગાહ, 200 વર્ષથી યોજાઇ છે મલ્લ કુસ્તી મેળો

  દ્વારકા: દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે 500 વર્ષ પૂરાણી હજરત જાકુપીર દાદાની દરગાહ આવેલી છે. કોમી એકતાના પ્રતીક સમાન આ દરગાહે અનેક પ્રસંગો સાથે મળીને ઉજવવામા આવે છે. જેમાં ભાદરવી પૂનમના છેલ્લાં 200 વર્ષથી આ જગ્યામાં મલ્લ કુસ્તી મેળો યોજાય છે. રામાયણ-મહાભારતના સમયકાળમાં રાજા-મહારાજાઓ મલકુસ્તી મેળાનું આયોજન કરીને પોતના રાજ્યોના યુવાધનનું સ્વાસ્થય સારૂં રહે તે માટે મલ્લ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરતા હતાં. દાયકાઓ જૂની પરંપરા શીવરાજપુર ગામ આધુનિક યુગમાં પણ જાળવી રાખવામા સફળ રહ્યું છે. ત્યારે મંગળવારે ભાદરવી પૂનમના શીવરાજપુરમાં યોજાયેલા મલ્લ કુસ્તી મેળામાં કુસ્તીબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મલ્લકુસ્તી મેળો નિહાળવા આજુબાજુના ગામોમાંથી લોકો ઉમટી પડ્યા હતાં.

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. ક્રિશ ભંડેરીનો સામે આવ્યો નવો વીડિયો, રિતિક રોશનના હિટ ગીત પર માર્યાં ઠુમકા 00:30

  ક્રિશ ભંડેરીનો સામે આવ્યો નવો વીડિયો, રિતિક રોશનના હિટ ગીત પર માર્યાં ઠુમકા

 2. વિરાટ કોહલીને રાષ્ટ્રપતિએ આપ્યો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, હજી સુધી બેને મળ્યું આ સન્માન 01:22

  વિરાટ કોહલીને રાષ્ટ્રપતિએ આપ્યો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, હજી સુધી બેને મળ્યું આ સન્માન

 3. અમદાવાદઃ ઓવરસ્પીડ જતી કારની ટક્કરથી એકનું મોત, ગાડી પલટી ઊંઘી થઈ ગઈ, કાર ચાલક ફરાર 00:59

  અમદાવાદઃ ઓવરસ્પીડ જતી કારની ટક્કરથી એકનું મોત, ગાડી પલટી ઊંઘી થઈ ગઈ, કાર ચાલક ફરાર

 4. 96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઈલાજ, ઘૂંટણે આમ માથું ટચ કરશો તો દૂર થશે દર્દ 03:59

  96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઈલાજ, ઘૂંટણે આમ માથું ટચ કરશો તો દૂર થશે દર્દ

 5. ચાલુ મેચે યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ 00:50

  ચાલુ મેચે યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ

TOP