તીર્થસ્થાન મહુડી મંદિર પાસે એક વ્યક્તિ પાસેથી ગાંજો મળી આવ્યાનો વિડીયો વાઇરલ

Dec 08,2019 11:03 PM IST

અમદાવાદ: ગાંધીનગરના નજીક આવેલા પ્રખ્યાત તીર્થસ્થાન મહુડી મંદિર પાસે એક વ્યક્તિ પાસેથી ગાંજો મળી આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં શખ્સ જણાવી રહ્યો છે કે તે ગાંજો અમદાવાદ કાલુપુરથી લાવ્યો કે જ્યાં બેરોકટોક રીતે માત્ર ગાંજાનુ જ નહીં પણ અન્ય ડ્રગ્સ નું વેચાણ થાય છે.