લોકસભા / મહારાષ્ટ્રના જલગાંવમાં ભાજપ-શિવસેનાની સભામાં કાર્યકરો વચ્ચે લાફાવાળી થઈ

Apr 10,2019 8:36 PM IST

સુરતઃનવાપુર મહારાષ્ટ્ર રાજ્યનાં જલગાંવ જિલ્લાનાં અમળનેર શહેરમાં ભાજપ-શિવસેના મેળામાં જોરદાર ઝઘડો થયો હતો. જલસંપદામંત્રી શિરિષ મહાજનને પણ મારવામાં આવ્યાં હતાં. જલગાંવ જિલ્લા ભાજપના પ્રમુખ ઉદય વાઘ અને માજી ધારાસભ્ય ડો. બી. એસ. પાટીલ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. તેમના કાર્યકરોએ સ્ટેજ પર જ માર મારવામાં આવ્યાં હતાં.ઉદય વાઘની પત્ની સ્મિતા વાઘની જલગાંવ લોકસભા મતદારસંઘની ભાજપની ટિકિટ કાપી નાખ્યા એના કારણે મંચ પર આવેલાં માજી ધારાસભ્ય પાટીલને વાઘના સમર્થકોને મારામારી કરી હતી. ધારાસભ્ય ડો પાટીલને મંચ પર બેસવાનું પણ વિરોધ થયો હતો. ત્યારબાદ સંઘર્ષ વધી જતા મારામારી થઈ હતી. જળગાવ જિલ્લાનો ભાજપના પદાધિકારીઓની મારામારીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા વાઈરલ થયો છે.