• Home
  • Gujarati Videos
  • News
  • Madras HC to hearing denial of burial land by Tamil Nadu Government at Marina beach for Karunanidhi

સમાધિનો વિવાદ: કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ પર જ થશે- મદ્રાસ હાઈકોર્ટનો નિર્ણય

Aug 08,2018 6:13 PM IST

ચેન્નાઈ: તમિલનાડુના પૂર્વ સીએમ અને દ્વવિડ મુનેત્ર કષગમ (દ્રુમક) પ્રમુખ એમ. કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ ઉપર જ થશે તેની મદ્રાસ હાઈકોર્ટે જાહેરાત કરી દીધી છે. આ વિશે આજે સવારથી મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. નોંધનીય છે કે, દ્રુમક પૂર્વ સીએમ એમજીઆર અને જયલલિતાની સમાધિ મરીના બીચ પર છે. કરુણાનિધિના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાજાજી હોલમાં રાખવામાં આવ્યા છે. હાઈકોર્ટનો નિર્ણય આવ્યા પછી તેમનો દીકરો સ્ટાલિન રડી પડ્યા હતા.