LRD પેપર લીક/ મુખ્ય આરોપી યશપાલસિંહ પરીક્ષા આપવા સુરત આવ્યો હતો, CCTV

Dec 06,2018 12:45 PM IST

સુરતઃ ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાના પેપર લીક કેસમાં મુખ્ય આરોપી યશપાલસિંહની પોલીસે ધરપકડ કરી છે. મુખ્ય આરોપી યશપાલસિંહનું પરીક્ષા કેન્દ્ર સુરતમાં અલથાણ ખાતે આવેલી સોગાયો કેળવણી મંડળ સંચાલિત શ્રી દયાળજી કસનજી ભટારકર વિદ્યાસંકુલ હતું. યશપાલસિંહ પરીક્ષા આપવા માટે સુરત પણ આવ્યો હતો. પરીક્ષા ખંડમાં હાજર યશપાલસિંહ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.