લોકડાઉનને રાજકોટીયનોએ સમર્થન આપ્યું, લોકો ઘરમાં પૂરાયા, ડ્રોનની નજરે જુઓ સુમસામ રસ્તાનો નજારો

Mar 24,2020 4:55 PM IST

31 તારીખ સુધી રાજ્યમાં લોકડાઉન છે. ત્યારે રાજકોટમાં લોકડાઉનને પ્રચંડ સમર્થન મળ્યું છે. ઉંચા આકાશેથી ડ્રોન કેમેરામાં શહેરના રસ્તાનો નજારો કેદ થયો છે. શહેરના યાજ્ઞીક રોડ પરનો આ નજારો છે. સરકારના લોકડાઉન બાદ તમામ ધંધા-રોજગાર બંધ છે. લોકો પોતાના પરિવાર સાથે ઘરમાં પૂરાઇ રહ્યા છે. આથી રસ્તાઓ સુમસામ બન્યા છે. આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે જ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે.