અમરેલીના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામમાં વાછરડીનો શિકાર કરતો સિંહ CCTVમાં કેદ

Dec 19,2019 10:59 PM IST

અમરેલી: જંગલ વિસ્તારમાંથી સિંહ બહાર આવી મારણ કરતા હોવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સાવરકુંડલા તાલુકાના લુવારા ગામમાં વાછરડીનો શિકાર કરતો સિંહ CCTVમાં કેદ થયો હતો. CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે સિંહથી બચવા વાછરડી દોડી રહી છે અને સિંહ તેનો શિકાર કરવા પાછળ દોડી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લુવારા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રીના સમયે સિંહ શિકાર કરવા માટે આવે છે. વાછરડીના શિકાર બાદ વનવિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મારણને હટાવી લીધું હતું. સિંહ દ્વારા કરવામાં આવેલા શિકારને કારણે લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.