લાઈફ ડિઝાઈન વિથ મયંક રાવલ / સમાજની આંખ ઉઘાડનાર કિસ્સો, એક જ ઘરમાં સાથે રહેતું કપલ સોશિયલ મીડિયા પર મળે છે

Dec 27,2019 1:17 PM IST

‘લાઈફ વિથ મયંક રાવલ’;ના આજના ભાગમાં વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ વાત કરશે તેમની સામે ઘટેલી એક ઘટનાની .તેઓ મુંબઈમાં એક ભાઈને મળવા એમના ઘેર ગયા હતા.તેઓ જ્યારે ઘેર ગયા ત્યારે ડ્રોઈંગરૂમમાં પેલા ભાઈના વાઈફ બેઠા હતા.મયંક રાવલે ભાઈને મળવા આવ્યા હોવાની વાત કરી.મયંકભાઈને બેસવા કહી પેલા બહેને કહ્યું કે ‘તમે બેસો હું બોલાવું’;.આમ કહી બહેને ફેસબુકના મેસેન્જરમાંથી મેસેજ કર્યો અને ભાઈ ઘરના એક રૂમમાંથી બહાર આવ્યા.આમ મયંક રાવલે નોંધ્યું કે ગુજરાતમાં પણ ઘણા પરિવારોની સ્થિતી મુંબઈના આ પરિવાર જેવી જ છે.એક જ ઘરમાં સાથે રહેવા છતા કોમ્યુનિકેશન માટે સોશિયલ મીડિયાનો સહારો કેમ લવો પડ્યો અને આ સમસ્યાનો વાસ્તુ શાસ્ત્રમાં શું ઉપાય છે તે અંગે આજે મયંક રાવલ વાત કરશે.