નવા વિડિઓ

 • તૈયાર હીરાનું નામકરણ | ટીક ટેબલ ધાર મથાળું

  તૈયાર હીરાનું નામકરણ | ટીક ટેબલ ધાર મથાળું

 • મૂળમાંથી મગફળીને ઉખાડી લાઈનસર ગોઠવતું મશીન, બાજુના ચાસને નુકસાન કર્યા વિના ધૂળ લેતું જાય 00:43

  મૂળમાંથી મગફળીને ઉખાડી લાઈનસર ગોઠવતું મશીન, બાજુના ચાસને નુકસાન કર્યા વિના ધૂળ લેતું જાય

 • કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો 01:06

  કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો

 • ગટરમાંથી એઠવાડ ખાઈને પેટ ભરવા મજબૂર છે આ માણસ, જુઓ દેશની કડવી વાસ્તવિકતા 00:57

  ગટરમાંથી એઠવાડ ખાઈને પેટ ભરવા મજબૂર છે આ માણસ, જુઓ દેશની કડવી વાસ્તવિકતા

 • VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન 01:18

  VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન

 • Lalji Patel, 72 hours ultimatum to the government 00:27
  સમાચાર

  લાલજી પટેલ દ્વારા સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ, માંગ પૂરી નહીં થાય તો ઉતરશે રસ્તા પર

  અમદાવાદઃ સરદાર પટેલ સેવા ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે ગુજરાત સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. લાલજી પટેલે જણાવ્યું હતું કે જો 72 કલાકમાં અમારા 8 મુદ્દા સ્વીકારવામાં નહિ આવે તો સમગ્ર રાજ્યમાં સરકાર વિરુદ્ધ જલદ કાર્યક્રમો કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ કાર્યક્રમો કરતા અમને કોઈ નહિ રોકી શકે.

  8K વ્યુઝ
 • A man crate a machine to cut groundnut plant 00:43
  સમાચાર

  મૂળમાંથી મગફળીને ઉખાડી લાઈનસર ગોઠવતું મશીન, બાજુના ચાસને નુકસાન કર્યા વિના ધૂળ લેતું જાય

  અમદાવાદઃ મગફળી લેવાની સિઝન શરૂ થવાની તૈયારમાં છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. એક ખેડૂત ખેતરમાં મશીન દ્વારા મગફળી કાઢી રહ્યો છે. ટ્રેક્ટર પાછળ જોડેલું મશીન એવી રીતે મગફળી કાઢે છે કે મગફળી ચોખ્ખી નીકળે છે. એટલે કે મગફળીમાં કોઈ ધૂળ નથી આવતી, તેમજ આડીઅવળી પણ નથી પડતી, પણ લાઈનમાં એક બાજુ જ પડે છે. નવાઈની વાત એ છે કે એક સાઈડમાં મગફળી પડે છે અને બાજુના ચાસને કોઈ નુકસાન નથી થતું.

 • Truck Loses Control and Crashing into People 01:06
  સમાચાર

  કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો

  લોકેશનઃ મહારાષ્ટ્ર ટ્રક ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવતા થયો ગંભીર અકસ્માત. ટ્રક સ્પીડમાં પલટી ખાઇ જતા એટલો ઘસડાયો કે રોડ સાઇડ ઉભેલા બે અને એક ચાલી રહેલી વ્યક્તિને એડફેટે લીધા. એટલું જ નહીં સાથે સાથે આઠ વ્હીકલને પણે ટ્રકે ફંગોળી કાઢ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ટ્રક સાથે અથડાતા સીધો કેનાલમાં પડ્યો હતો. ઘટના મહારાષ્ટ્રના ચંદ્રપુર શહેરની છે.

  3K વ્યુઝ
 • Man risks his life lying on railway tracks as train speeds over him
This is the moment a young man lies on a railway track while a train speeds over him. 01:18
  સમાચાર

  VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન

  આ 24 વર્ષનો યુવાન રેલવે ટ્રેક પાસે ઊભો રહીને ટ્રેનની રાહ જોઇ રહ્યો છે. અચાનક ટ્રેનનો અવાજ કાને પડતા આ યુવાન રેલવે ટ્રેક ઉપર જઇને સૂઇ જાય છે. જીવના જોખમે ઊંધા માથે આ યુવાન રેલવેના પાટા ઉપર સૂઇ રહે છે. ગણતરીની સેકંડોમાં જ પૂરપાટ ઝડપે આવતી ટ્રેન તેના ઉપરથી પસાર થઇ જાય છે. ટ્રેન પસાર થવા છતાં યુવાનને કોઇ ઇજા પહોંચતી નથી. એટલું જ નહીં આવું ગાંડુ સાહસ કર્યા બાદ આ યુવાન પોતે જાણે કોઇ બહાદૂરીનું કામ કર્યું હોય એમ પોતાના હાથ વડે ચિયરઅપ પણ કરે છે, અને સમગ્ર ઘટના પોતાના મોબાઇલ કેમેરામાં શૂટ કરે છે. યુવાને આ પ્રકારનો સ્ટંટ કરતાં પહેલાં જ મોબાઇલ ત્યાં પડેલા પથ્થરમાં શેટ કર્યો હતો. યુવાનનો આ વીડિયો બિહારના જમાલપુર જિલ્લાનો છે. ચાલતી ટ્રેન આગળ સૂઈ જઈ જીવ જીખમમાં મૂકવો કેટલું યોગ્ય? આ યુવકની મૂર્ખામી છે કે બહાદુરી?

 • Very insulting treating ganesh murti in Ahmedabad at riverfront , bulldozer crushed pratima 00:42
  સમાચાર

  Very insulting treating ganesh murti in Ahmedabad at riverfront , bulldozer crushed pratima

  Very insulting treating ganesh murti in Ahmedabad at riverfront , bulldozer crushed pratima. Ahmdabad #ganesh #riverfront..

 • ganesh statue removal with jcb machine in sabarmati river front by amc in ahmedabad 00:45
  સમાચાર

  વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ

  અમદાવાદ: વિઘ્નહર્તા ગણેશની આવી દુર્દશા ક્યારેય જોવા મળી નહી હોય. એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ગણેશજીની મુર્તિઓને એએમસીના બુલડોઝર દ્વારા રીતસર તોડી નાખવામાં આવી છે. ગણેશજીની મૂર્તિઓનો જે રીતે નિકાલ કરાઈ રહ્યો છે તેને જોઈને ગણેશ ભક્તોમાં રોષ વ્યાપી ગયો છે. વીડિયોમાં રીતસર ગણેશજીનું અપમાન થતું હોય તેવું દેખાઇ રહ્યું છે. જેના લીધે અસંખ્ય ગણેશ ભક્તોની લાગણી દુભાઇ રહી છે.

  3K વ્યુઝ
 • safety wall making accident in palanpur 2 labor death 3 save in palanpur 01:00
  સમાચાર

  પાલનપુરમાં પુલની સેફ્ટી વોલ બનાવતાં મિક્સર સાથે 5 મજૂરો દટાયા, 3ને બચાવાયા, 2નાં મોત

  પાલનપુર: બનાસકાંઠાના વડામથક પાલનપુરના મોરવાડા પાસે આવેલી ઉમરદસી નદી પરના પુલની સેફ્ટી વોલના નિર્માણ સમયે દૂર્ઘટના ઘટી હતી. સેફ્ટી વોલના નિર્માણ સમયે મિક્સર સાથે 5 મજૂર દટાયા હતા. જેમાં ભારે જહેમત બાદ 3 મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે 2 મજૂરોના મોત થયાં હતાં. મોરવાડાની ઉમરદસી નદીના પુલની સેફ્ટી વોલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જમીન ઘસી પડતાં મિક્સર સાથે કામ કરતાં મજૂરો સેફ્ટી વોલના પાયામાં ખાબક્યા હતાં. જેના પગલે આસપાસથી લોકોની દોડી ગયા હતા અને ટોળેટોળા વળ્યાં હતાં.

 • Boy, 5, dangles by his NECK 130ft, People Said It Would Have Been Better if He Fell Down 00:41
  સમાચાર

  ચકડોળમાંથી લપસ્યું 5 વર્ષનું બાળક, માત્ર ગરદનના સહારે 130 ફીટ ઊંચે હવામાં લટકતું રહ્યું

  પૂર્વીય ચીનના તાઇજોના એક પાર્કની આ ઘટના છે જેને જોઈને ભલભલાનું કાળજું કંપી જાય.એક માસૂમ કે જેની ઉંમર અંદાજે પાંચ વર્ષની હશે તે ચકડોળની મજા માણવા માટે અંદર બેઠો હતો. આ ચકડોળ ચાલુ પણ થઈ ગયું હતું બરાબર હવામાં જઈને કોણ જાણે બાળકને શું સૂઝ્યું કે તેને નીચે જોવા માથે બારીમાંથી ડોકિયું કર્યું હતું, બસ પછી ના થવાનું થયું હતું. અચાનક જ બાળકે બેલેન્સ ગુમાવતાં તે સીધો જ બહાર નીકળી ગયો હતો. આખું શરીર તેનું 130 ફીટ ઉપર હવામાં લટકતું રહ્યું હતું. માત્ર ગરદનના સહારે માસૂમને હવામાં જીવન મરણ વચ્ચે તરફડિયાં મારતો જોઈને તેની માતાએ પણ નીચે ચીસાચીસ કરી મૂકી હતી. બાદમાં જો કે તેને બહુ સાવચેતીથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને હાલ તેની હાલત પણ સારી છે.

 • India Vs Pakistan Asia Cup 2018 | Pakistan zindabad VS Ganpati Bappa Morya 00:50
  સમાચાર

  ચાલુ મેચે યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ

  એશિયા કપમાં ચાલી રહેલી મેચ તેના રસાકસીના તબક્કામાં પહોંચી હતી દરેક દર્શકના જીવ પણ તાળવે ચોંટેલા હતા. ત્યાં જ અચાનક જ એક પાકિસ્તાની યુવતીએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવીને પાકિસ્તાની ટીમનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો. તેના આ નારાઓથી જો કે ભારતીય દર્શકોએ પણ સામે જ ગણપતિ બાપ્પા મોરિયાના નારા લગાવવાના ચાલુ કરી દીધા હતા. આ સાંભળીને તે યુવતી જ નહીં પણ અન્ય પાકિસ્તાની દર્શકો પણ બાદમાં શાંત થઈ ગયા હતા. દુબઈની આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં યૂઝર્સ લખે છે કે ગણપતિ બાપ્પા ભારે પડ્યા બાપડાઓને

  4K વ્યુઝ
 • gandhinagar woman corporater husband and toilet contractor audio clip viral 03:36
  સમાચાર

  ગાંધીનગરના મહિલા કોર્પોરેટરના પતિ - શૌચાલય કોન્ટ્રાક્ટરના સંવાદની ઓડિયો ક્લિપ વાયરલ

  ગાંધીનગર: પાટનગરમાં મહાપાલિકા સંચાલિત 52 જાહેર શૌચાલય નિશુલ્ક ચલાવવામાં આવે છે અને તેના સંચાલન તથા સફાઇ સહિતની જાળવણી માટે ટોઇલેટ દિઠ કોન્ટ્રાક્ટરને રૂપિયા 19, 500 ચૂકવવામાં આવે છે. સાંઇ એજન્સી અને સુલભ ઇન્ટરનેશનલ નામની પેઢીઓ આ કામ કરે છે. ત્યારે સાંઇ એજન્સીના કોન્ટ્રાક્ટર પાસેથી શાસક પક્ષ ભાજપના મહિલા કોર્પોરેટર પ્રવિણાબેન દરજીના પતિ કનુભાઇ દરજી દર મહિને નાણાં લેતા હોવા અંગેની અને કોન્ટ્રાક્ટર હેરાન હોવા સંબંધી વાતચીતની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ ગઇ છે. તેમાં સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલ બધી વાત જાણતા હોવાનો ઉલ્લેખ કનુભાઇ દરજીએ જ કર્યો છે.

 • punjab ropad live rescue of people in flood 01:45
  સમાચાર

  પૂરમાં કાર તણાતાં જ વચ્ચોવચ્ચ ફસાયા મુસાફરો, લોકોએ માનવસાંકળ બનાવીને કર્યું દિલધડક રેસ્ક્યુ

  પંજાબના રોપડમાં અતિભારે વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી છે, નદી-નાળા પણ છલકાઈ ગયા છે તેવામાં એક કારચાલક દ્વારા નદીના પાણીના પ્રવાહને ગંભીરતાથી ના લેતાં તેમાં સવાર બધા જ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.ત્રણેક લોકો સાથે પાણીમાં તણાયેલી આ કારમાંથી બહાર નીકળવામાં તો તે લોકો સફળ રહ્યા હતા પણ તેઓ પાણીના પૂરની વચ્ચોવચ્ચ જ ફસાયા હતા. આ તરફ ગામલોકોના ધ્યાનમાં આ ઘટના આવતાં જ તેમણે વધુ સરકારી મદદની રાહ બચાવ કામગીરી માટે જોવાને બદલે જાતે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ માટે તેમણે તે પૂરની અંદર જ માનવસાંકળ રચીને તે લોકોને રસ્સી સાથે ખેંચીને પણ તણાતા બચાવ્યા હતા.

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ 00:45

  વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ

 2. અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક 02:00

  અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક

 3. ચાલુ મેચે યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ 00:50

  ચાલુ મેચે યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ

 4. VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન 01:18

  VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન

 5. પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ 00:50

  પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ

TOP