ચામુંડા મંદિર, ચોટીલા

Jul 19,2018 1:31 PM IST

ચોટીલામાં આવેલું માતા ચામુંડાનું મંદિર. સૌરાષ્ટ્રના યાત્રાધામે જતો દરેક પ્રવાસી પ્રથમ માતા ચામુંડાના મંદિરે અચૂક આવે છે. એટલે કે ચંડી ચામુંડાના દર્શન કરી યાત્રાધામની શરૂઆત થાય છે. ચોટીલા ડુંગર અતિ પ્રાચીન છે. 155 વર્ષ પહેલાં મહંત શ્રી ગોસાઇ ગુલાબગિરિ હરિગિરિ બાપુ અહીં માતાની પૂજા કરતા હતા. દેવી ભાગવત અનુસાર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો દેવી પાર્વતીએ વધ કર્યો માટે ચંડ-મુંડ વિનાશિની ચામુંડા કહેવાયાં. ચોટીલા ડુંગર પર વર્ષો પહેલાં એક નાનો ઓરડો હતો. હાલમાં મોટું મંદિર નિર્માણ પામ્યું છે. શ્રી ગોસાઈ ગુલાબગિરિ બાપુના વારસદારો હાલ માતાજીની સેવાપૂજા કરે છે.