અડધા કેરળમાં 3 દિવસ સુધી કોઈ રાહતની આશા નહીં, વાયનાડ-ઇડુક્કીમાં 72 કલાક સુધી રેડ એલર્ટ

Aug 11,2018 6:01 PM IST

કલપેટ્ટાઃ કેરળમાં વરસાદ તો થંભી ગયો છે, પરંતુ પૂરનો ખતરો બરકરાર છે. મુખ્યમંત્રી પી. વિજયને શનિવારે વિપક્ષના નેતા રમેશ ચેનનિથલાની સાથે ઉત્તરી કેરળમાં વાયનાડ, કલપેટ્ટા સહિત અન્ય અન્ય પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી. પહેલાં તેઓ ઇડુક્કી જઈ રહ્યાં હતા પરંતુ ખરાબ હવામાનને કારણે મુલાકાત રદ કરી દીધી હતી. હાલ તો વાયનાડ જિલ્લામાં 14 ઓગસ્ટ અને ઇડુક્કી જિલ્લામાં 13 ઓગસ્ટ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે. બાકીના જિલ્લામાં રવિવારથી રાહતની શક્યતા છે.