અમદાવાદ / CM રૂપાણીએ અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

Jul 26,2019 4:10 PM IST

અમદાવાદ: કારગિલ વિજય દિવસ નિમિત્તે મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્ટોનમેન્ટ ખાતે આર્મીના વરિષ્ઠ અધિકારીઓ પણ કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રૂપાણીએ વિઝિટર બુકમાં પોતાનો અનુભવ પણ વર્ણવ્યો હતો. અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી છે. આર્મીના અધિકારીઓ અને સીએમ રૂપાણીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 21 જૂને શરૂ થયેલું સૈન્ય મોટર સાયકલ અભિયાન આજે પૂર્ણ થવાનું છે. મુખ્યમંત્રી રૂપાણી દ્વારા તમામ બાઈક રાઈડરોનું સ્વાગત કરવામાં આવશે.