ડીલ / KRASને રાફેલ તરફથી બરાક-8 મિસાઈલ કીટ બનાવવાનો રૂ. 700 કરોડનો ઓર્ડર મળ્યો

Jul 12,2019 6:06 PM IST

ઇઝરાયેલની રાફેલ એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને ભારતની કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ લિમિટેડની સંયુક્ત સાહસ કંપની કલ્યાણી રાફેલ એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ, ઇન્ડિયા (KRAS)ને તેના ઓવરસિસ પાર્ટનર રાફેલ તરફથી 1,000 બરાક-8 MR-SAM મિસાઇલની કિટનું ઉત્પાદન કરવા માટે 100 મિલિયન ડોલર (અંદાજે રૂ. 700 કરોડ)નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કીટ ભારત સરકારની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કંપની ભારત ડાયનામિક્સ લીમીટેડને સપ્લાય કરવામાં આવશે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ મિસાઈલ કીટનું ઉત્પાદન આગામી જાન્યુઆરીથી શરુ કરવમાં આવશે અને ચાર વર્ષ દરમિયાન આ ઓર્ડર પૂર્ણ કરવામાં આવશે.