મોરારિ બાપુ અમારો બાપ છે માફી નહીં માગે અને માગવા નહીં દઇએ:મહંત ઇન્દ્ર ભારતી બાપુ

Sep 09,2019 4:55 PM IST

જૂનાગઢ: ભવનાથ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ નિલકંઠવર્ણી વિવાદને લઇને વીડિયો વાઇરલ કર્યો છે. જેમા તેઓએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કહે છે કે મોરારિબાપુ માફી માગે પણ બાપુ શેની માફી માગે અને નિલકંઠ તો મહાદેવ નિલકંઠ જ કહેવાય. લાખા લાખ હોય પણ ફૂલાણીમાં ફેર હોય. કોઇ હિસાબે મોરારિબાપુ માફી નહીં માંગે અને અમે માફી પણ નહીં માગવા દઇએ. તે અમારો બાપ છે અમારો ધર્મ પ્રચારક છે. આજે રાષ્ટ્રની અંદર ધર્મનું પ્રચાર કર્યું તેવા લોકોને તમે માફી માગવાનું કહો તો કેટલી હદે વ્યાજબી કહેવાય. સ્વામિનારાયણ મંદિરમા જાજો મૂર્તિ ડાબા હાથે આશિર્વાદ આપે છે તો ઉંધા હાથે માફી માગે ત્યાં શું કામ જવું જોઇએ.