જામકંડોરણામાં ચારિત્રનું સર્ટીફિકેટ કઢાવવા ગયેલા યુવાનને PSIએ ઢોર માર માર્યો

Oct 18,2019 3:30 PM IST

રાજકોટ: જામકંડોરણા તાલુકાના ચરેલ ગામનો યુવક આર્મીમાં ભરતી માટે ચારિત્રનું સર્ટીફિકેટ કઢાવવા જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ગયો હતો. પરંતુ પીએસઆઇ તથા સ્ટાફે ઢોર માર માર્યાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા બાદ રાજપુત સમાજના વિવિધ સંગઠનો દ્વારા એસપીને આવેદન અપાતા એસપી બલરામ મીણાએ આ ઘટના અંગે જેતપુર ડીવાયએસપીને તપાસ સુપ્રત કરવાનો હુકમ કર્યો છે.