ખુશખબર / સુરતમાં NCPના ગઠબંધન સાથે સરકાર બનતા ઉજવણી કરવામાં આવી હતી

Nov 29,2019 2:09 AM IST

સુરતઃ મહારાષ્ટ્ર માં NCPના ગઠબંધન સાથે નવી સરકાર બનતા સુરતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સરથાણા જકાતનાકા વિસ્તારમાં NCPના કાર્યકરો એકઠા થયા હતા અને તેમણે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ સાથે મીઠાઈ વહેંચી મોઢું મીઠું કરાવ્યું હતું. મહારાષ્ટ્રમાં સરકાર બનતા સુરત NCPના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો.