અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી ‘તેજસ’ ટ્રેન અમદાવાદ લવાઈ

Sep 12,2019 1:15 PM IST

અમદાવાદ: ભારતીય રેલવે લખનઉ-દિલ્હી રૂટ બાદ હવે અમદાવાદ-મુંબઈ રૂટ પર તેજસ એક્સપ્રેસ ટ્રેન દોડાવશે. રેલવે મંત્રાલયે અમદાવાદથી મુંબઈ રૂટ પર ચલાવવા માટે મંજૂરી આપી દીધી છે. રેલવે મંત્રાલયના આ નિર્ણય પર અમદાવાદ મુંબઈ માટે તેજસ એક્સપ્રેસ ટ્રેન IRCTCને સોંપવામાં આવશે. આ અંતર્ગત અમદાવાદ મુંબઈ રૂટ પર તેજસ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન IRCTC દ્વારા કરવામાં આવશે. હાલ તો અમદાવાદમાં આ તેજસ ટ્રેનના કમ્પાર્ટમેન્ટ આવી ચુક્યા છે. પરંતુ આની શરૂઆતની કોઈ ઔપચારિક તારીખ હજી નક્કી કરવામાં આવી નથી.