સુરતઃ ઉદ્યોગપતિ વસંત ગજેરાની HCના આદેશ બાદ પોલીસે કરી અટકાયત / સુરતઃ ઉદ્યોગપતિ વસંત ગજેરાની HCના આદેશ બાદ પોલીસે કરી ધરપકડ

Mar 21,2018 5:33 PM IST

સુરતઃ સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જમીન મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ વસંત ગજેરાની ઉમરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જમીનના બોગસ દસ્તાવેજ ઉભા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વેસુ વિસ્તારમાં આવેલી જમીન મામલે ખેડૂત દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં જાણીતા ઉદ્યોગપતિ વસંત હરી ગજેરા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ જમીન વિવાદનો મુદ્દો હાઈકોર્ટમાં ગયો હતો. જેમાં હાઈકોર્ટના આદેશ બાદ ઉમરા પોલીસ દ્વારા વસંત ગજેરાની અટકાયત કરવામાં આવી છે.