એરપોર્ટ પર IndiGoના ગ્રાઉન્ડ સ્ટાફે મુસાફરને માર માર્યો, આરોપી ટર્મિનેટ

Nov 08,2017 6:43 PM IST

રાજધાનીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક પેસેન્જર સાથે મારપીટ અને અયોગ્ય વર્તણૂંકનો મામલો સામે આવ્યો છે. બસમાં ચઢવાને લઈને થયેલાં વિવાદમાં એરપોર્ટની એર સાઈટ પર એક મુસાફર અને ઈન્ડિગો એરલાઈન્સના ગ્રાઉન્ડસ્ટાફ સાથે જોરદાર મારામારી થઈ. ઘટનાક્રમ પછી ઈન્ડિગોએ માફી માગી છે. આ મામલો 15 ઓક્ટોબરનો જણાવવામાં આવી રહ્યો છે. ઈન્ડિગોએ આરોપી સ્ટાફને ટર્મિનેટ કરી દીધો છે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ DGCA પાસેથી રિપોર્ટ માગ્યો છે.